દરેક ભારતીયે તન-મન-ધનથી દેશસેવા કરવી જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી

Saturday 24th August 2024 05:03 EDT
 
 

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડન ખાતે 15 ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કુમકુમ મંદિર-મણિનગરથી પધારેલા સંતોએ ભારત દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય આદિના જીવનના પ્રસંગો કથામાં વર્ણવ્યા હતા. ત્યારબાદ સર્વે સંતો અને હરિભક્તોએ ભારતનું રાષ્ટ્રગીત ગાઈ અને સલામી આપી હતી.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમ ભારતની અંદર હર ઘર તિરંગા લહેરાવાયા છે એવી રીતે આપણા ભારતીયો વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા હોય તેમણે ત્યાં ભારતનો તિરંગો લહેરાવો જોઈએ અને જે દેશ માટે બલિદાન આપનારાને અવશ્ય યાદ કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે દરેક ભારતીયે પોતાની પાસે તન-મન-ધનથી દેશસેવા કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter