દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. જેમાં સમાજની યુવાપેઢીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ જાતના સાંસ્કૃિતક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અા વેળાએ બ્રેન્ટ બરોના મેયર, સ્થાનિક કાઉન્સિલરો તથા બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. અા પ્રસંગે શૈક્ષણિક, વ્યવસાયિક અને સામાજિકક્ષેત્રે પ્રશંસનીય અનુદાન અાપનાર યુવાન-યુવતીઅો અને સમાજના સભ્યોનું સ્મૃિતભેટ અાપી સન્માન કરવામાં અાવ્યું હતું.