દીપાવલિ પર્વના કાર્યક્રમો

Tuesday 03rd November 2015 11:23 EST
 

BAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો

BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકેના વિવિધ મંદિર ખાતે દીપાવલિ પર્વના કાર્યક્રમોનું નીચે મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

* BAPS સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા. ૧૧ નવેમ્બરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે સાંજે ૬થી ૭-૩૦ ચોપડા પૂજન અને રાત્રે ૮-૩૦થી ૯ દરમિયાન આતશબાજી થશે. ગુરૂવાર તા. ૧૨ના રોજ અન્નકૂટ દર્શન બપોરે ૧૨થી રાતના ૯ દરમિયાન થશે. અન્નકૂટ આરતી બપોરે ૧૨ કલાકે અને રાતના ૯ સુધી દર અડધા કલાકે આરતી થશે.

સુરક્ષાના કારણોસર મંદિર પરિસરમાં બેગ - કેમેરા વગેરે લઇ જઇ શકાશે નહિં. જે યોગી હોલ, સ્વામિનારાયણ સ્કૂલમાં ડીપોઝીટ કરી શકાશે. પાર્કિંગની વ્યવસ્થા વેમ્બલી સ્ટેડીયમના ગ્રીન કાર પાર્કમાં મફત કરવામાં આવી છે. જ્યાંથી શટલ બસ સેવાનો તેમજ નીસડન સ્ટેશનથી મંદિર સુધી આવવા માટે ગુરૂવારે સ્પેશ્યલ દિવાળી બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ નંબર ૨૦૬ અને ૨૨૪ની સેવા પણ બન્ને દિવસે મળશે. બન્ને દિવસ દરમિયાન ગરમ નાસ્તાનો લાભ મળશે.

* બર્મિંગહામ મંદિર (૭૫ પીટમાસ્ટન રોડ, હોલ ગ્રીન, બર્મિંગહામ B28 9PP – 0121 733 7903) : દિવાળી તા. ૧૧-૧૧-૧૫ બુધવારે ચોપડા પૂજન સાંજે ૬-૩૦થી ૭-૩૦, સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૭-૩૦થી ૮-૩૦, મહાઆરતી સાંજે ૮. બપોરે ૧૨થી લિજ્જત વાનગીઅો સ્ટોલ પરથી મળશે. તા. ૧૨ ગુરૂવારે અન્નકૂટ દર્શન બપોરે ૧૨થી રાતના ૮. દર અડધા કલાકે આરતી થશે.

BAPS યુકેના અન્ય મંદિરોમાં તા. ૧૨ નવેમ્બર ૨૦૧૫ ગુરૂવારે યોજાનાર અન્નકૂટ દર્શનના કાર્યક્રમો આ મુજબ છે.

* કોવેન્ટ્રી: સવારે ૧૧-૩૦થી રાતના ૮ * લીડ્ઝ: બપોરે ૧૨થી સાંજના ૭ * લેસ્ટર: સવારે ૧૧થી રાતના ૮ * લાફબરો: બપોરે ૧૨થી સાંજના ૭ * લુટન: ૧૧-૩૦થી રાતના ૮ * માંચેસ્ટર: સવારે ૯થી સાંજના ૭ * નોટીંગહામ: બપોરે ૨ થી રાતના ૮ * પ્રેસ્ટન: સવારે ૧૧થી રાતના ૮. * સાઉથેન્ડ અોન સી: બપોરે ૧૨થી રાતના ૮ * વેલિંગબરો: સવારે ૧૧થી સાંજના ૭-૩૦. વધુ માહિતી માટે જુઅો www.londonmandir.baps.org ફોન નં. 020 8965 2651.

  • ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે દીપાવલિ પર્વ પ્રસંગે શનિવાર તા. ૭ બપોરે ૩થી સાંજના ૭ સુધી બાળકોની દિવાળી પાર્ટી. રવિવાર તા. ૮ બપોરે ૩થી આરતી થાળી સુશોભન અને રંગોળી હરિફાઇ. બુધવાર તા. ૧૧ દીવાળીની સાંજે ૭-૩૦ કલાકે આતશબાજી અને અને ૮-૧૫ અલ્પાહાર થશે. સંપર્ક: 01772 253 901.
  • અનુપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ UB9 4NA ખાતે દીપાવલિ પ્રસંગે તા. ૯-૧૧-૧૫ સોમવારે સાંજે ૬-૩૦થી ૭-૩૦ લક્ષ્મી પૂજન અને પ્રસાદ. બુધવાર તા. ૧૧ શારદા પૂજન સાંજે ૬-૩૦થી ૮ પ્રસાદ. ગુરૂવાર તા. ૧૨-૧૧-૧૫ અન્નકૂટ દર્શન. બપોરે ૧ પ્રથમ અન્નકૂટ આરતી અને તે પછી દર કલાકે સાંજના ૬ સુધી આરતી થશે. સંપર્ક: 01895 832 709.
  • કિંગ્સબરી શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી મુક્તજીવન સ્વામીબાપા કોમ્પલેક્સ, કિંગ્સબરી રોડ, લંડનNW9 8AQ ખાતે તા. શનિવાર તા. ૭ રમા એકાદશી, સોમવાર તા. ૮ ધન તેરસ, મંગળવાર તા. ૧૦ કાળી ચૌદશ, બુધવાર તા. ૧૧ સદગુરૂ દિન અને િદવાળી ઉત્સવની ઉજવણી સાંજે ૬થી ૯, આરતી અને ચોપડા પૂજન સાંજે ૬થી ૭. ગુરૂવાર તા. ૧૨ નૂતન વર્ષ અને અન્નકૂટ સવારે ૬થી રાતના ૯, બપોરે ૧૨ કલાકે પ્રથમ આરતી અને તે પછી સાંજના ૭ સુધી દર કલાકે આરતી થશે. રવિવાર તા. ૧૫ સવારે ૯.૧૦થી બપોરે ૧૨-૩૦ અને બપોરે ૨થી બપોરે ૪ સુધી રક્ત દાન શિબીરનું આયોજન કરાયું છે. સંપર્ક: swaminarayangadi.com/london
  • જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, HA0 3DW ખાતે દીવાળી મહોત્સવ પ્રસંગે ચોપડા પૂજન - બુધવાર તા. ૧૧ રાતના ૮-૩૦થી ૧૦.૩૦ સુધી. પ્રસાદ સાંજના ૬-૩૦થી. અન્નકૂટદર્શન – ગુરૂવાર બપોરે ૨થી રાતના ૯. દિવાળી પ્રસંગે તા. ૯થી ૧૩ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8902 8885.
  • રેડબ્રીજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. ૫-૧૧-૧૫ ગુરૂવારના રોજ બપોરે ૧-૦૦થી ૬ દરમિયાન પ્રબા બેન્કવેટીંગ સ્યુટ, ૩૦૦-૩૧૦ હાઇ રોડ, ઇલફર્ડ IG1 1OW ખાતે દીવાળી ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીત-સંગીત, મનોરંજક કાર્યક્રમો અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: સૂર્યકાન્ત પટેલ 020 8590 9834.
  • વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૬-૧૨-૧૫ના રોજ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મિતુલ 07846 297 045.
  • બ્રહ્મભટ્ટ સમાજ યુકે દ્વારા તા. ૧૪-૧૧-૧૫ શનિવારના રોજ સાંજે ૬-૩૦થી ૧૧-૩૦ દરમિયાન ધ કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી, લંડન N12 0QG ખાતે દીવાળી મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્નેહમિલન, રીફ્રેશમેન્ટ, ડીનર અને મનોરંજક કાર્યક્રમની મજા માણવા મળશે. સંપર્ક: સુનિલ ઇનામદાર 020 8902 7485.
  • જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે દિવાળી ઉત્સવ પ્રસંગે મંદિર તા. ૧૧-૧૨ નવેમ્બરના રોજ સવારે ૧૧થી ૪ ખુલ્લુ રહેશે અને ગુરૂવાર તા. ૧૨-૧૧-૧૫ના રોજ અન્નકૂટ દર્શનનો લાભ મળશે. પ્રસાદ પછી બપોરે ૧, ૨ અને ૩ કલાકે આરતી થશે. સંપર્ક: 020 8861 1207.
  • સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ગુર્જર હિન્દુ યુનિયન, ઇફિલ્ડ એવન્યુ, ઇફિલ્ડ, ક્રોલી RH11 7LZ ખાતે તા. ૧૧-૧૧-૧૫ સાંજે ૭-૩૦ કલાકે દીપાવલિ પર્વે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દિલીપ લિંબાચીયા 07808 932 858.
  • રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, SW12 9AL ખાતે દિપાવલી ઉત્સવ પ્રસંગે બુધવાર તા. ૧૧-૧૧-૧૫ સવારે ૮, બપોરે ૧૨ અને સાંજે ૬-૩૦ કલાકે આરતી થશે. તા. ૧૨-૧૧-૧૫ ગુરૂવાર બપોરે ૧૨ કલાકે ગોવર્દન પૂજા અને તે પછી બપોરે ૧૨થી રાતના ૮-૩૦ અન્નકૂટ દર્શન અને સવારે ૮, બપોરે ૧૨, સાંજે ૬-૩૦ અને રાત્રે ૯ કલાકે આરતી થશે તેમજ બપોરે ૧થી ૫ મહાપ્રસાદનો લાભ મળશે. ભાઇબીજ સત્સંગ: તા. ૧૩-૧૧-૧૫ શુક્રવારે બાલમ સત્સંગ મંડળ દ્વારા બપોરે ૧થી ૪ અને પછી મહાપ્રસાદ. યુકે પુષ્ટિમાર્ગીય મહિલા મંડળ દ્વારા સત્સંગ તા. ૧૪-૧૧-૧૫ બપોરે ૧થી ૪ અને તે પછી મહાપ્રસાદ. સંપર્ક: 020 8675 3831.
  • જલારામ પ્રાર્થના મંડળ, ૮૫ નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે દિવાળી અને નૂતન વર્ષ પ્રસંગે તા. ૧૧ બુધવારે સાંજે ૭-૩૦ લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજન. તા. ૧૨ બપોરે ૧૨-૩૦થી અન્નકૂટ આરતી અને ત્યાર બાદ પ્રસાદ નો લાભ મળશે. સંપર્ક: 0116 254 0117.
  • વસો નાગરીક મંડળ યુકે દ્વારા રવિવાર તા. ૮-૧૧-૧૫ બપોરે ૪ કલાકે NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RJ ખાતે દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. વસો ગામના સર્વે નાગરિકો અને દિકરીઅોને સપરિવાર પધારવા નિમંત્રણ. ગીત - સંગીત અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: પ્રદીપભાઇ અમીન 07930 474 711.
  • શ્રી ભારતીય મંડળ – ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે તા. ૮-૧૧-૧૫ના રોજ સાંજે ૭થી દિવાળી ઉત્સવની ઉજવણી થશે. અન્નકૂટ દર્શન તા. ૧૧-૧૧-૧૫ સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૬થી ૮-૩૦. આરતી થાળ અને પ્રસાદનો લાભ મળશે. ચોપડા પૂજન બુધવાર તા. ૧૧-૧૧-૧૫ સાંજે ૬-૩૦થી ૭-૩૦. નૂતન વર્ષ તા. ૧૨-૧૧-૧૫ સવારના ૭થી સાંજના ૯, આરતી સવારે ૮થી બપોરના ૧૨ દરમિયાન દર કલાકે અને સાંજે ૭ અને ૮ કલાકે થશે. સંપર્ક: 0161 330 2085.
  • રાજપુત સમાજ અોફ યુકે દ્વારા તા. ૧૪ના રોજ ટોટરીજ એકેડેમી, બાર્નેટ લેન, ટોટરીજ, લંડન N20 8AZ ખાતે દિવાળી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: મહેન્દ્રસિંહ જાડેજા 07956 337 898.
  • શ્રી બાવીશ ગામ પાટીદાર સમાજ યુકે દ્વારા તા. ૨૨-૧૧-૧૫ના રોજ સાંજે ૫થી ૧૧ દરમિયાન અોકિંગ્ટન મેનોર પ્રાયમરી સ્કૂલ, વેમ્બલી ખાતે દિવાળી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: ભાવનાબેન 07930 753 223.
  • નોટિંગહામ એશિયન આર્ટ્સ ફેસ્ટીવલ કોન્સર્ટીયમ દ્વારા દિવાળી ઉત્સવની શાનદાર ઉજવણી તા. ૧૪-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ૮ અને તા. ૧૫-૧૧-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૩ દરમિયાન થશે. સંપર્ક: 0115 924 8630.
  • રેડબ્રીજ એશિયન મંડળ – રામ દ્વારા તા. ૨૦-૧૧-૧૫ના રોજ બપોરે ૧૨-૩૦થી ૫ દરમિયાન પ્રબા બેન્કવેટીંગ સ્યુટ, ૩૦૦-૩૧૦ હાઇ રોડ, ઇલફર્ડ IG1 1OW ખાતે દીવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીત-સંગીત, મનોરંજક કાર્યક્રમો અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: અોધવજીભાઇ મગુડીયા 020 8590 9834.
  • ધ બ્રાહ્મીન સોસાયટી નોર્થ લંડન દ્વારા દીપાવલિ મિલનનું આયોજન તા. ૨૧-૧૧-૧૫ શનિવારના રોજ સાંજે ૬થી ૧૧-૩૦ દરમિયાન સંગમ કોમ્યુનિટી સેન્ટર, બર્ન્ટઅોક બ્રોડવે, લંડન ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભવ્ય મનોરંજક કાર્યક્રમ તેમજ ડિનરનો લાભ મળશે. સંપર્ક: વંદના જોશી 07944 913 208.
  • શ્રી વલ્લભનિધી યુકે શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TA ખાતે ધનતેરસ સોમવાર તા. ૯, કાળી ચૌદશ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ મંગળવાર તા. ૧૦ના રોજ થશે. દિવાળી બુધવાર તા. ૧૧ ચોપડા પૂજન સવારે ૧૧-૦૧ થી ૧૨-૩૦. નૂતન વર્ષ અને અન્નકૂટ દર્શન ગુરૂવાર તા. ૧૨ મહા આરતી સવારે ૮ કલાકે, અન્નકૂટ દર્શન સવારે ૭થી સાંજના ૭. સંપર્ક: 020 8903 7737.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter