વહાલા વાચક મિત્રો,
દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.
આપ સર્વે ઘણાં સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છો તે સુંદર વાર્તાઅો, કવિતા-ગઝલો, જોક, હાસા્ય લેખ, માહિતીપ્રદ તેમજ મનોરંજક લેખો અને રંગબેરંગી તસવીરસહ વાંચનસામગ્રીના ખજાના સમાન ગ્લોસી પેપર ઉપર તૈયાર કરાયેલ દળદાર દીપાવલિ વિશેષાંક અમે દીપાવલિના સપરમા પર્વે આપ સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં સાદર રજૂ કરીશું.
દિવાળી અને નૂતન વર્ષ પર્વે આપણું કાર્યાલય સોમવાર તા. ૨૦-૧૦-૧૪થી શુક્રવાર તા. ૨૪-૧૦-૧૪ દરમિયાન બંધ રહેશે. જેથી તા. ૨૫-૧૦-૧૪નો 'ગુજરાત સમાચાર'નો રાબેતા મુજબનો અંક પ્રસિધ્ધ થશે નહિં જેની નોંધ લેવા નમ્ર વિનંતી.