ધનતેરસ - ધનપૂજા
તા. ૮-૧૧-૨૦૧૫, રવિવારે તેરસ કલાક ૧૧.૦૨થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાલ ૧૬.૨૧થી ૧૯.૨૦ સુધી છે, તે ઉત્તમ મુહૂર્ત છે. ચોઘડિયાઃ કલાક ૧૬.૨૧થી ૧૮.૧૩ શુભ, કલાક ૧૮.૧૩થી ૨૦.૦૫ સુધી અમૃત ચોઘડિયુ છે.
તા. ૯-૧૧-૨૦૧૫, સોમવારે કાળી ચૌદશ રાત્રિ વ્યાપિની છે.
દિવાળી - લક્ષ્મી - શારદા - ચોપડા પૂજન
તા. ૧૧-૧૧-૨૦૧૫, બુધવારે આસો સુદ અમાસ પ્રદોષકાલ વ્યાપિની છે. પ્રદોષકાલ કલાક ૧૬.૧૬થી ૧૯.૧૬ સુધી છે. ચોઘડિયા કલાક ૧૮.૦૯થી ૨૦.૦૨ સુધી શુભ, કલાક ૨૦.૦૨થી ૨૧.૫૬ સુધી અમૃત, (કલાક ૨૧.૫૬થી ૨૩.૪૯ સુધી ચલ) ચોઘડિયું છે. તેમાં ૧૮.૦૯થી કલાક ૧૯.૧૬ સુધી શુભ ચોઘડિયામાં પ્રદોષકાલના સંયોગે ઉત્તમ મુહૂર્ત ગણાય.
નવું વર્ષ
• તા. ૧૨-૧૧-૨૦૧૫, ગુરુવારે કારતક સુદ-૧, વિક્રમ સંવત ૨૦૭૨ પ્લવંગ નામ સંવત્સરનો શુભારંભ થાય છે. નવા વર્ષના ધંધાકીય કાર્ય કરવાના મુહૂર્ત સમય માટે ચોઘડિયાઃ સવારે કલાક ૭.૨૨થી ૮.૨૯ સુધી શુભ ચોઘડિયું છે. આ પછી કલાક ૧૧.૪૯થી ૧૨.૫૫ સુધી લાભ. કલાક ૧૨.૫૫થી કલાક ૧૪.૦૨ સુધી અમૃત ચોઘડિયું છે.
• તા. ૧૩-૧૧-૨૦૧૫, શુક્રવારે કારતક સુદ-૨, ભાઈબીજ, યમદ્વિતીયા છે.
• તા. ૧૬-૧૧-૨૦૧૫, સોમવારે લાભપાંચમ અને જ્ઞાનપંચમી છે.
• તા. ૨૨-૧૧-૨૦૧૫, રવિવારે પ્રબોધિની, દેવઊઠી એકાદશી છે. દ્વાદશી કલાક ૧૦.૪૩થી બેસે છે. દ્વાદશી અને રેવતી નક્ષત્ર યોગે તુલસી વિવાહ ઉત્તમ કહે છે.
- વનમાળી ગોરધનદાસ ચરાડવા, MBE
ઋષિ પંચાંગકર્તા, લેસ્ટર-યુકે