લંડનઃ દીવ કડિયા જ્ઞાતિ સમાજ-યુકે (DKNS-UK) 25 નવેમ્બર, 2023ના રોજ દિવાળી અને 10મી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામધૂમ, બલૂન્સની કમાનો, તેજસ્વી રંગો અને ઝળહળતા પ્રકાશને સંગ સુંદર સજાવટ સાથેનો આ અતિ ભવ્ય સમારંભ હતો. લાઈવ બેન્ડ, અદ્ભૂત પરફોર્મન્સીસ અને સ્વાદિષ્ટ ભોજને તેને વધુ માણવાલાયક બનાવ્યો હતો.
રંગોળીની સ્પર્ધામાં સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. શિક્ષણ, સ્પોર્ટ્સ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્દિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને બિરદાવી ઈનામો આપવામાં આવ્યા હતા. DKNS-UKની 10મી વર્ષગાંઠે અતિ ભવ્ય રેફલ ડ્રોમાં 10 રોમાંચક ઈનામો મેળવીને સમાજના સભ્યોના નસીબ ખુલી ગયા હતા. DKNS-UKના પ્રેસિડેન્ટ ઉપેન્દ્ર મોઉગી સોલંકીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.