અમદાવાદ: મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. મંદિરનું કાર્ય 80 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અબુધાબીમાં આકાર લઇ રહેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના આ ભવ્યાતિભવ્ય મંદિરનું કામ 80 ટકા પૂર્ણ થઇ ગયું છે. મંદિરના દ્વાર 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો માટે ખુલ્લા મૂકાઇ જશે.