ધરમપુરમાં કોવિડ સેન્ટર માટે અપીલ

Wednesday 05th May 2021 03:11 EDT
 

હાલ ભારતમાં કોવિડનો કોપ ભારે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જેના ખપ્પરમાં નાના-મોટાનો ભોગ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓકસિજનની ભારે અછત વરતાઇ રહી છે. આ કટોકટીમાં સવિશેષ ગુજરાતના ગામડાઓ સુધી આ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ભારે હાલાકીનો ભોગ હજારો લોકો બની રહ્યા છે. આ પરિસ્થિતિને લક્ષમાં લઇ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સેન્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ધરમપુરમાં ૫૦ બેડનું સારવાર સેન્ટર ઉભું કરાયું છે. તેમાં વેન્ટિલેટર્સ, બીમેપ મશીનો, હાઇ ફ્લો ઓક્સિજન સપોર્ટ, C T સ્કેન મશીન અને ICU વોર્ડ વગેરે વ્યવસ્થા દસ દિવસમાં જ ઉભી કરાઇ છે અને એ બમણી કરવા યુધ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. જેનાથી આસપાસના કોવિડ દર્દીઓમાં એમને સારી સારવાર મળી રહેશે એવી આશા બંધાઇ છે. આ સુવિધા વધારવા સૌ દાતાઓને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે જુઓ જાહેરાત. પાન નં. ૧૩

વધુ વિગત માટે Visit : uk.srmd.org/covidcentre or call 07591 083 156


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter