નવનાત વણિક એસોસિએશને સમાજના ગ્રેજ્યુએટ થયેલ દિકરા-દિકરીઓના સન્માનનો એક શાનદાર સમારોહ રવિવાર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેઝમાં નવનાત ભવનમાં યોજ્યો હતો જેના સ્પોન્સરર હતા શ્રી જયંતિલાલ વિઠ્ઠલદાસ દોશી અને પરિવાર.
આ સમારંભ માટે ૨૨ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટોએ પોતાના નામ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભાગ લેનારા ઉમેદવારોના વાલીઓ, મિત્રો અને કમિટીના સભ્યો મળી ૧૨૦ જણની હાજરી હતી. પ્રમુખશ્રી દિલિપભાઇ મીઠાણીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ડીગ્રીધારી યુવક-યુવતીઓને સમાજ તરફથી સર્ટીફિકેટ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ગેમનું સંચાલન ભાવિ પેઢીની ગૃપના કમિટી સભ્ય સંગીતા બાવીશાએ કર્યું હતું. "તમે ફન ખાતર ભણો છો કે ફંડ માટે" વિષય આધારિત દીબેટનું અયોજન પણ કરવામાં આવ્યું હતું. નવનાતની યુવા પેઢીના ફ્રીયા અને એરીશાએ આ કાર્યક્રમનું ખૂબ જ સરસ રીતે સંચાલન કર્યું હતું. ભાવિ કાર્યક્રમો ઘડવા તેઓ કટિબધ્ધ છે.
જયેશભાઇ દોશીએ એમના મતે શિક્ષણનું મહત્વ વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આભારવિધી વાઇસ પ્રેસિડેન્ટ કેતનભાઇ અદાણીએ કરી હતી. ફોટોગ્રાફીની સેવા નવકાર ધોકિયાએ સાદર કરી હતી. નવનાતે યોજેલ આ સમારંભને સરસ પ્રતિસાદ સાંપડ્યાં હતાં. સમાજમાં યુવા પેઢીને આ રીતે સામેલ કરવા માટે નવનાતના સક્રિય સભ્યોને અભિનંદન.