નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઇ હતી. જેમાં પ્રમુખપદે જશવંતરાય રતિલાલ દોશી અને ઉપપ્રમુખપદે કિશોરચંદ્ર છોટાલાલ વોરા ચૂંટાયા છે. કમિટીના અન્ય હોદ્દેદારોમાં સુભાષ કાંતિલાલ બખાઇ - સેક્રેટરી, બચુલાલ ચુનિલાલ મહેતા - આસિ. સેક્રેટરી, કેતન રમણિકલાલ જશાપરા - ટ્રેઝરર, દિલીપ વિઠ્ઠલજી મિઠાણી - આસિ. ટ્રેઝરર, હસુમતીબહેન વિનોદ દોશી - હોલ સેક્રેટરી અને કિરીટ બાટવિયા - મેમ્બરશિપ સેક્રેટરીનો સમાવેશ થાય છે. નવરચિત કમિટીમાં ડેવિડ બ્રોડી હોલ્ડન, કિશોર બાટવિયા, મયુર દોશી, પિયુષ જયસુખ વોરા, સંગીતાબહેન બાવીશા, સમીર સંઘરાજકા અને શિરીષકુમાર બાબુલાલ મિઠાણીની સભ્ય તરીકે પસંદગી કરાઇ છે. જ્યારે સરોજબહેન વારિયા (નવનાત વણિક ભગિની સમાજ), નટવર મહેતા (નવનાત વડીલ મંડળ), અનુપ મહેતા (નવનાત બ્રિજ ક્લબ) અને દિવ્યેશ કામદાર એક્સ ઓફિસીયો ટ્રસ્ટીસ તરીકે ફરજ બજાવશે.
આ ઉપરાંત વાર્ષિક સામાન્ય સભા દરમિયાન નવનાત વણિક એસોસિએશનના બોર્ડ ઓફ એડવાઇઝર્સે સુનિલ સાંગાણીને તેમની સમર્પિત સેવાઓ માટે બિરદાવ્યા હતા. તો બોર્ડમાં નવા ચૂંટાયેલા જયેશ દોશીને આવકાર્યા હતા. અમિત લાઠિયાના ચેરમેનપદે રચાયેલા બોર્ડ ઓફ એડવાઇઝર્સમાં બિનાબહેન સંઘવી, જયેશ દોશી, કુલેશ શાહ અને નીતિન પારેખનો એડવાઇઝર્સ તરીકે સમાવેશ કરાયો છે.