નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમો

Tuesday 06th October 2015 12:09 EDT
 

તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫

માતાજીની આઠમ તા. ૨૧ અોક્ટોબર ૨૦૧૫

શરદપુનમ તા. ૨૭ અોક્ટોબર ૨૦૧૫

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ગરબાનો સમય વિકડેઝ દરમિયાન રોજ રાત્રે ૮થી ૧૧નો અને વિકેન્ડ દરમિયાન રોજ રાત્રે ૮થી ૧૨-૩૦નો રહેશે. તા. ૨૭ના રોજ શરદપુર્ણિમાના ગરબા થશે. ગરબા રાજરાજેશ્વર ગુરૂજી, અમ્રિત સોલંકી, બાબુ બારોટ. વૈશાલી પટેલ, પ્રીતિ વાગડ અને કલાકારો રજૂ કરશે. Www.siddhashram.tv પર લાઇવ ગરબા રજૂ થશે. સંપર્ક: 020 8426 0678. (જુઅો જાહેરાત પાન ૧૯)

* શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા આ વર્ષે આલ્પર્ટન સ્કૂલને બદલે અોકિંગ્ટન મેનોર પ્રાયમરી સ્કૂલ (ફ્રન્ટ હોલ), અોકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી HA9 6NF ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ના રોજ રાત્રે ૭-૩૦થી ૧૧ દરમિયાન રાસગરબા અને શરદપૂનમના રાસગરબા તા. ૨૩ અોક્ટોબર શુક્રવારના રોજ થશે. ગરબાનો સમય વિકેન્ડ દરમિયાન સાંજના ૭-૩૦થી ૧૧-૩૦નો રહેશે. સંપર્ક: દક્ષેશ પટેલ 07984 187 708. (જુઅો જાહેરાત પાન 18)

* લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ગરબાનો શુક્ર, શનિ - રવિ અને આઠમ દરમિયાન રાતના ૮થી ૧૧-૩૦નો રહેશે અને બાકીના દિવસે સમય ૮થી ૧૧નો રહેશે. આજ સ્થળે મહિલાઅોના ગરબા તા. ૧૭ના રોજ બપોરે ૧૨થી ૬ દરમિયાન આજ સ્થળે થશે. ફૂડ સ્ટોલનો લાભ મળશે. અનુરાધા અોફ સ્ટ્રીંગ ગૃપ સંગીત રજૂ કરશે. સંપર્ક: દિનેશ સોનછત્રા 07956 810 647. (જુઅો જાહેરાત ૧૬.)

* શ્રી બાવીશ ગામ પાટીદાર સમાજ (યુકે) દ્વારા ૧૧ દિવસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાર તા. ૧૩ અોક્ટોબરથી તા. ૨૨ અોક્ટોબર શરદપૂનમના ગરબા-રાસનું અયોજન 'સંગમ' હોલ, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર, HA8 0AP ખાતે રોજ સાંજે ૭-૩૦થી રાતના ૧૧ સુધી કરવામાં આવ્યું છે. સંપર્ક: ભાવનાબેન 07930 753 223 અને અશ્વિનભાઇ 017745 942 203. (જુઅો જાહેરાત પાન ૧૪)

* પીજ યુનિયન યુકે ટ્રસ્ટ દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫, રોજ રાત્રે ૮થી ૧૧ દરમિયાન અોશવાલ મહાજન વાડી, ૧ કેમ્પબેલ રોડ, ક્રોયડન, સરે CR0 2SQ ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. લાઇવ ગરબા અોરકેસ્ટ્રા મ્યુઝિક રીધમ - જયુ રાવલ રજૂ કરશે. સંપર્ક: જે.આર. પટેલ 01689 821 922 (જુઅો જાહેરાત પાન ૧૩).

* કરમસદ સમાજ યુકે દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫, રોજ સાંજે ૭-૩૦થી ૧૧-૩૦ અને વિકેન્ડમાં ૭-૩૦થી મોડે સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે કરવામાં આવ્યું છે. શરદપૂનમ રવિવાર તા. ૨૫ના રોજ ઉજવાશે. સંપર્ક: મહેન્દ્રભાઇ એસ. પટેલ 07956458872 (જુઅો જાહેરાત પાન ૧૩)

* શિવ દર્શન સ્વીટ્સ દ્વારા નવરાત્રી તહેવારો દરમિયાન માતાજીના પ્રસાદ માટે માવાના પેંડા, કાજુ કતરી, બરફી અને અન્ય મિઠાઇઅો મળશે. આ ઉપરાંત ફરાળ માટે પેટીસ, મોગો, બટેટાનું શાક, કાતરી તેમજ અન્ય તાજી ફરાળી આઇટમો મળશે. સંપર્ક: 020 8682 5173. (જુઅો જાહેરાત પાન ૧૮).

* શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર, ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE ખાતે તા. ૧૩થી ૨૪ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન રોજ રાત્રે ૭-૩૦થી ૧૧ સુધી નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાર તા. ૨૭ના રોજ શરદપૂનમના ગરબા થશે. સંપર્ક: માવજીભાઇ વેકરિયા 047831 430 812 (જુઅો જાહેરાત પાન ૧૭).

* ઇસ્ટ લંડન અને એસેક્સ બ્રહ્મસમાજ દ્વારા આ વર્ષે નવા સ્થળ વોન્સ્ટેડ હાઇ સ્કૂલ, સ્પોર્ટ્સ હોલ, રેડબ્રિજ લેન વેસ્ટ, વોન્સ્ટેડ, લંડન E11 2JZ ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન રોજ રાત્રે ૭-૩૦થી નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૫ના રોજ શરદપૂનમના ગરબા બપોરે ૪થી રાતના ૧૦ દરમિયાન થશે. કિરીટ વખાની અને મરિના ગીત-સંગીત રજૂ કરશે. સંપર્ક: સુભાષભાઇ ઠાકર 07977 939 457. (જુઅો જાહેરાત પાન ૧૭).

* રેડ લોટસ ઇવેન્ટ દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન અને શનિવાર તા. ૨૪-૧૦-૧૫ના રોજ શરદપૂનમ પ્રસંગે રોજ રાત્રે નવરંગી નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન ગ્રીનફર્ડ હોલ, રાયસ્લીપ રોડ, ગ્રીનફર્ડ UB6 9QN ખાતે કરવામાં આવ્યું છે. રાજકોટથી પધારેલા કલાકારો સાથે આશિષ દવે અને પ્રીતિ વરસાણી ગીત સંગીત ગરબા રજૂ કરશે. સંપર્ક: 07956527788 (જુઅો જાહરાત પાન ૧૭.)

* છ ગામ નાગરીક મંડળ યુકે દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, અોલ્ડ કેન્ટન લેન, NW9 9ND ખાતે કરવામાં આવ્યું છે. શરદપૂનમ તા. ૨૩-૧૦-૧૫ના રોજ ઉજવાશે. ગરબાનો સમય રવિવારથી ગુરૂવાર સાંજના ૭-૩૦થી ૧૧નો અને બાકીના દિવસે સાંજે ૭-૩૦થી ૧૧-૩૦નો રહેશે. સંપર્ક: જયરાજ ભાદરણવાળા 07956 816 556. (જુઅો જાહેરાત પાન ૧૬).

* લેઉવા પાટીદાર સમાજ અોફ લંડન દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન રોજ રાત્રે ૮થી ૧૧-૩૦ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી રોડ, લંડન NW9 8XE ખાતે કરવામાં આવ્યું છે. મ્યુઝિક લવર્સ ગરબા રજૂ કરશે. (જુઅો જાહેરાત પાન ૧૬)

* લોહાણા કોમ્યુનિટી ઇસ્ટ લંડન દ્વારા તા. ૧૩થી ૨૩ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન રોજ રાત્રે ૮થી મોડે સુધી નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન અોએસીસ બેન્ક્વેટીંગ, ૬-૮ થેમ્સ રોડ,, બાર્કિંગ, IG11 0HZ ખાતે કરવામાં આવ્યું છે. શરદપૂનમ તા. ૨૪-૧૦-૧૫ના રોજ રાત્રે ૮-૩૦થી મોડે સુધી ઉજવાશે. મ્યુઝિક મસ્તી ગૃપ રાસ-ગરબા રજૂ કરશે. સંપર્ક: વિનોદભાઇ 07960 370 351. (જુઅો જાહેરાત પાન ૧૮).

* જાસ્પર સેન્ટર, ફોર્મર મેજીસ્ટ્રેટ કોર્ટ, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૧૩થી ૧૬ અને ૧૯થી ૨૧ અોક્ટોબર દરમિયાન બપોરે ૧-૩૦થી ૪ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8861 1207 (જુઅો જાહેરાત પાન ૨૦).

* સાઉથ ઇસ્ટ ગુજરાતી એસોસિએશન દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર અને શરદપૂનમ પ્રસંગે તા. ૨૪-૧૦-૧૫ના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન એશિયન કોમ્યુનિટી સેન્ટર, પ્લમસ્ટેડ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કિરીટ પટેલ 07780 533 391.

* ઇન્ટરનેશનલ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરિષદ લંડન – યુકે દ્વારા 'નવ વિલાસ પરિષદ'ના આંગણે નવ વિલાસ અને શરદપૂનમના રાસગરબાનું આયોજન તા. ૧૬-૧૭-૧૮ના રોજ સાંજના ૭-૩૦થી ૧૧-૩૦ અને શરદપૂનમ રવિવાર તા. ૩૧-૧૦-૧૫ના રોજ સાંજના ૭-૩૦થી ૧૧-૩૦ દરમિયાન વેમ્બલી પ્રાયમરી સ્કૂલ, ઇસ્ટ લેન, વેમ્બલી HA9 7NW ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8904 3725.

* શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ દ્વારા તા. ૧૩થી ૨૨ અોક્ટોબર દરમિયાન રોજ રાત્રે ૭-૩૦થી નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ જંકશન ધ એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. શુક્રવાર તા. ૨૩ના રોજ શરદપુનમના ગરબા થશે. શુક્રવાર તા. ૨૩ના રોજ બપોરે ૧૨થી ૩ દરમિયાન બાળકો અને વડિલો માટે મફત ગરબા થશે. સંપર્ક: પ્રફુલ્લભાઇ બી. પટેલ 07903 509 258. (જુઅો જાહેરાત પાન ૧૫).

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર રોજ રાતના ૮થી મોડે સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દશેરા તા. ૨૨ અને શરદ પુર્ણિમા તા. ૨૬-૧૦-૧૫ના રોજ ઉજવાશે. ભારતથી આવેલ ગૃપ ગરબા સંગીત રજૂ કરશે. સંપર્ક: પ્રવિણભાઇ અમીન 020 8337 2873.

* મિલન ગૃપ વોલિંગ્ટન, ધ સેન્ટર, મિલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન તા. ૧૩ સવારે ૯-૩૦થી, તા. ૧૪-૧૫-૧૬ સવારે ૧૧થી, તા. ૧૭-૧૮ બપોરે ૧૨થી, તા. ૧૯ સવારે ૧૧થી, તા. ૨૦ સવારે ૯-૩૦થી અને તા. ૨૧-૨૨ના રોજ સવારે ૧૧થી ગરબા થશે. ચા-પાણી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: કાંતિભાઇ ગણાત્રા 020 8669 5014.

* શ્રુતી આર્ટ્સ અને પીપુલ સેન્ટર દ્વારા તા. ૧૪થી ૨૩ અોક્ટોબર દરમિયાન રોજ રાતના ૮થી મોડે સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૪ના રોજ શરદપુનમની ઉજવણી થશે. આલાપ દેસાઇ, બિજલ પોારેખ, રાજુ ધુમલ, પ્રતિક શાહ, વિજય ધુમલ, અને સોના રૂપા ગૃપના કલાકારો ગીત સંગીત રજૂ કરશે. સંપર્ક: 0116 266 8181.

* ધર્મજ સોસાયટી અોફ લંડન દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર રોજ રાતના ૭-૩૦થી ૧૧ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન અોએસીસ એકેડેમી (આશ્બર્ટન સ્કૂલ) શર્લી રોડ, ક્રોયડન CR9 7AL ખાતે કરવામાં આવ્યું છે. શરદપુનમ તા. ૨૬-૧૦-૧૫ના રોજ ઉજવાશે. સંપર્ક: તરલિકાબેન 07889 719 853.

* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૩-૧૦-૧૫થી તા. ૨૧-૧૦-૧૫ રોજ રાત્રે ૮થી ૧૨ દરમિયાન હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0208 555 0318 or 07946 565 888.

* રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર, રોજ બપોરે ૧થી ૪ દરમિયાન નવરાત્રિ મહોત્સવ પ્રસંગે ગરબાનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8675 3831.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૩થી ૨૧ અોક્ટોબર રોજ રાત્રે ૮થી ૧૦-૩૦ દરમિયાન સેન્ટરના મુખ્ય હોલમાં નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩ના રોજ સવારે ૧૦ કલાકે મંદિરમાં ઘટ સ્થાપન, રોજ બપોરે ૩થી ૬ માનતાના ગરબા, તા. ૨૧ના રોજ સવારે ૧૦ કલાકે માતાનો આઠમનો હવન, તા. ૨૨ના રોજ સવારે ૧૦ કલાકે વિસર્જન અને તા. ૨૪ના રોજ બપોરે ૧૨ કલાકે કુમારિકા ભોજન થશે. સંપર્ક: 01772 253 901.

* હિન્દુ કલ્ચરલ સોસાયટી, HCS ભવન, (પ્રવેશ) ૩ લીન્ડહર્સ્ટ એવન્યુ, લંડન N12 0LX ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ રોજ રાતના ૮થી મોડે સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ના રોજ શરદ પુર્ણિમાની ઉજવણી થશે. સંપર્ક: 020 8361 4484.

* લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને ધ રઘુવંશી એસોસિએશન દ્વારા તા. ૧૩થી ૨૧ અોક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. તા. ૨૫ના રોજ દશેરા અને તા. ૨૬ ના રોજ શરદપુનમની ઉજવણી થશે. સંપર્ક: દિનાબેન ગણાત્રા 020 8289 6509.

* નવનાત વણિક એસોસિએશન, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇજ UB3 1AR ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર દરમિયાન રોજ રાત્રે ૮થી મોડે સુધી નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપુનમ તા. ૩૦-૧૦-૧૫ના રોજ ઉજવાશે. સંગીત બોમ્બે બ્લુઝ રજૂ કરશે. સંપર્ક: કિરીટ બાટવીયા 07904 687 758.

* વિશ્વ હિન્દુ પરિષદ યુકે, સ્વામિ વિવેકાનંદ સેન્ટર, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫ દરમિયાન રોજ બપોરે ૧થી ૩-૩૦ અને રોજ સાંજે ૭-૩૦થી ૧૦-૩૦ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. તા. ૨૨ના રોજ આઠમનો હવન, ઉથાપન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8665 5502.

* કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડિફ CF5 2AU ખાતે તા. ૧૩થી ૨૨ અોક્ટોબર, રોજ રાત્રે ૮થી ૧૧ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. તા. ૨૬ સોમવારના રોજ શરદપૂનમની ઉજવણી થશે. સંપર્ક: વિમલાબેન પટેલ 07979 155 320.




to the free, weekly Gujarat Samachar email newsletter