નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમો - અંક ૬ ઓક્ટોબર ૨૦૧૮

Wednesday 03rd October 2018 07:47 EDT
 

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર દ્વારા નવરાત્રિનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર, સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭થી ૧૦.૩૦ વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે આયોજન કરાયું છે. દશેરા તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ અને શરદપૂનમ તા.૨૩ ઓક્ટોબર સાંજે ૭થી ૯ ઉજવાશે. સંપર્ક. 020 8954 0205
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ, લંડન દ્વારા નવરાત્રિ ગરબાનું ઓરકેસ્ટ્રા મ્યુઝિક રીધમના સંગીત સાથે તા.૧૦થી ૧૯ ઓક્ટોબર સુધી રાત્રે ૮થી ૧૨ દરમિયાન કેનન્સ લેઝર સેન્ટર, મેડરિયા રોડ, મીચમ, સરે, CR4 4HD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જે આર પટેલ 01689 821 922
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન દ્વારા નવરાત્રિ ૨૦૧૮નું તા.૧૦થી ૧૯ ઓક્ટોબર સવારે ૧૦.૩૦થી ૪.૧૫ દરમિયાન સેન્ટ માર્ક્સ ચર્ચ, ચર્ચ રોડ, પર્લી CR8 3QQખાતે આયોજન કરાયું છે. તા.૧૮ દશેરાએ સવારે ૧૧થી બપોરે ૧ દરમિયાન હવન થશે. શરદ પૂનમની ઉજવણી તા.૨૪ ઓક્ટોબર સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન મિલન ગ્રૂપ, મિલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે કરાશે. પ્રવેશ ફી નથી. સંપર્ક. કાન્તિભાઈ ગણાત્રા 020 8669 5014
• શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર, યુકે દ્વારા યુરોપની સૌથી મોટી નવરાત્રિનું તા.૯થી ૨૩ ઓક્ટોબર સુધી દરરોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન SKLPC, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6REખાતે આયોજન કરાયું છે. લાઈવ બેન્ડ દ્વારા મ્યુઝિક સાથે યુરોપની સૌથી મોટી નવરાત્રિ માણવા લંડનભરના લોકો અહીં આવે છે. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક. sklpc.com/navratri
• લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન/બ્રાહ્મણ સમાજ યુકે દ્વારા શિવોહમ મ્યુઝિકના લાઈવમ્યુઝિક સાથે નવરાત્રિ સેલિબ્રેશન્સ ૨૦૧૮નું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર દરરોજ રાત્રે ૮થી ૧૧.૩૦ (રવિવાર સિવાય) તેમજ તા.૧૪ બપોરે ૪થી રાત્રે ૮ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પી વી રાયચુરા સેન્ટર, ચર્ચ રોડ, ક્રોયડન CR0 1SH ખાતે આયોજન કરાયું છે. દશેરા હવન તા.૨૧
અને શરદપૂનમ તા.૨૪ ઓક્ટોબરે ઉજવાશે. સંપર્ક. [email protected]
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર સાંજે ૭.૩૦થી રાત્રિના ૧૧ દરમિયાન નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT ખાતે આયોજન કરાયું છે. શરદ પૂનમની ઉજવણી તા.૨૪ ઓક્ટોબર સાંજે ૭.૩૦થી રાત્રિના ૧૧ દરમિયાન થશે. સરે ગુજરાતી હિંદુ સોસાયટીના સભ્ય બની અવનવી યોજનાઓનો લાભ લો. વિશાળ પાર્કિંગ અને તમામ માટે નિઃશુલ્ક પ્રવેશ. સંપર્ક. ભાવનાબેન પટેલ 07932 523 040
• છ ગામ નાગરિક મંડળ (યુકે)ના ભાદરણ, નડિયાદ અને સોજીત્રાના પ્રમુખો અને કમિટી મેમ્બર્સ દ્વારા આયોજીત રસ રાજ લંડનના લાઈવ સંગીત સાથે નવરાત્રિ મહોત્સવનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર રવિથી ગુરુ સાંજે ૭થી ૧૨ અને શુક્ર-શનિ સાંજે ૭થી રાત્રે ૧૨.૩૦ દરમિયાન કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, કિંગ્સબરી લંડન NW9 9ND ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયશ્રીબેન 07956 547 067
• નવનાત યુકે દ્વારા નવરાત્રિ ૨૦૧૮નું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર (દશેરા) અને શરદપૂનમ તા. ૨૬ ઓક્ટોબર સાંજે ૭.૩૦થી નવનાત સેન્ટર પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઝ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કિરીટ બાટવીયા 07904 687 758
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા નવરાત્રિ ૨૦૧૮નું તા.૧૦થી ૧૯ ઓક્ટોબર અને શરદપૂનમ તા.૨૪ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન હેરિસ એકેડેમી પર્લી કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન, સરે CR2 6DTખાતે આયોજન કરાયું છે. સંપર્ક. તરલિકાબેન -7889 719 853...
• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી યુકે, હંસલો દ્વારા નવરાત્રિ ૨૦૧૮નું પ્રિયેશ શાહ એન્ડ ગ્રૂપના મ્યુઝિક સાથે તા.૧૦થી ૧૮ ઓક્ટોબર રવિથી ગુરુ રાત્રે ૮થી ૧૧ અને શુક્ર-શનિ રાત્રે ૮થી ૧૨ દરમિયાન એલેક રીડ એકેડેમી, બેનગાર્થ રોડ, નોર્થોલ્ટ UB5 5LQ ખાતે આયોજન કરાયું છે.
• શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી યુકે, ઈસ્ટ લંડન અને હંસલોના સંયુક્ત ઉપક્રમે શરદપૂનમ સ્પેશિયલનું તા.૨૭ ઓક્ટોબર સાંજે ૭થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07958 667 712
• હરિ ઓમ આર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા નવરાત્રિનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર તેમજ શરદ પૂર્ણિમા તા.૨૭ને રાત્રે ૮ વાગ્યાથી HCSભવન, ૩, લિન્ડહર્સ્ટ એવન્યુ, લંડન N12 0LX ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત સંપર્ક. સુરેશ દેપાળા 07578 925 456
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે નવરાત્રિનું તા.૧૦થી૧૮ ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે. આઠમનો હવન તા.૧૭ ઓક્ટોબરે સવારે ૧૦ વાગે થશે. સંપર્ક. 01772 253 901
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૦થી ૧૮ ઓક્ટોબર દરરોજ રાત્રે ૮થી ૧૨ સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ ૨૦૪-૨૦૬ લેયટન રોડ, લંડન, E15 1DT ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. 020 8555 0318.
• કલાની સેવા દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ ૨૦૧૮નું તા.૧૦થી ૧૯ ઓક્ટોબર રાત્રે ૮થી ૧૧ દરમિયાન ઓકિંગ્ટન મેનોર સ્કૂલ સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6NF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયંતી પોપટ 07967 481 467


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter