'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
આપની સંસ્થા, મંડળ કે સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેની જાહેરાત તેમજ કાર્યક્રમની માહિતી આપણા સુપ્રસિધ્ધ અખબાર 'ગુજરાત સમાચાર'માં મૂકવાનો અનેરો લાભ લેવા વિનંતી. આપ જો નવરાત્રીને લગતા વેપાર કે વ્યવસાય સાથે સંકળાયેલા હો તો તેની જાહેર ખબર મૂકવાનો આ સોનેરી અવસર છે. જાહેર ખબર માટે સંપર્ક: 020 7749 4085.