શક્તિની ઉપાસના કરવાના પર્વ નવરાત્રીને ચિન્મય મિશન અમદાવાદ ખાતે નવતર રીતે ઊજવવાની તૈયારી ચાલી રહી છે. મિશનના પરમધામ મંદિર ખાથે નવ દિવસ દુર્ગાદેવી, લક્ષ્મીજી અને મહાસરસ્વતીદેવીની પૂજા, અભિષેક અને સૂક્તમના પારાયણ ઉપરાંત આ વખતે નવશક્તિ ફેસ્ટનો ઓનલાઇન ઉત્સવ ઉજવાશે. નવદુર્ગાની વિવિધ શક્તિઓનો મહિમા જાણીને તે શક્તિઓ રોજિંદા જીવનમાં પ્રગટ થાય અને જીવન વધુ ઉન્નત બને તેવા ઉદ્દેશ સાથે ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા નવશક્તિ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮થી ૪૫ વર્ષની ઉંમરના લોકો માટેના આ ફેસ્ટિવલની ઓનલાઇન ઉજવણીમાં જુદાં જુદાં ક્ષેત્રોની ૯ સફળ મહિલા અગ્રણીઓ નવદુર્ગાની શક્તિઓનો નોખી રીતે પરિચય કરાવશે. જે વ્યક્તિને પોતાની આંતરિક ક્ષમતાઓને ઓળખવામાં મદદરૂપ બની શકે. આ વર્કશોપનાં મુખ્ય વક્તા બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્ય સામાન્ય જીવનને સફળ સાકાર કઈ રીતે કરી શકીએ તે વિશેનું માર્ગદર્શન આપશે. તે સાથે જ ફન ટાસ્ક્સ, અવનવી પ્રવૃત્તિઓ, પ્રેરણાદાયી વાર્તાઓ સાથેનાં નવ સત્ર યોજાશે. ૧૭મી થી ૨૫મી ઓક્ટોબર રોજ રાત્રે ૯થી ૯.૩૦ સુધી જોડાઈને નવરાત્રીને નવી રીતે ઉજવવા માટેનો આ ફેસ્ટ કોરોનાકાળમાં લોકોમાં ઉત્સાહનો સંચાર કરે તેવા હેતુથી આ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે...
વિનામૂલ્યે રજિસ્ટ્રેશન માટે ક્લિક કરો...bit.ly/navashaktifest