ભારતીય સંગીત અને નૃત્યનાચાહકો માટે ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન અનોખો સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે. કલાનેએક જીવનશૈલી તરીકે દર્શાવતા આ સમારોહની વિશિષ્ટતા એ છે કે તેમાં સંગીત અને નૃત્યનીરજૂઆત ઉપરાંત કલા અને અધ્યાત્મ વિશેની અવનવી વાતો, મેડિટેશન અને ફન ગેમ્સ પણ છે. ૭૦વર્ષથી અધ્યાત્મ અને સંસ્કૃતિના માધ્યમથી સમાજની ઉન્નતિનું કાર્ય કરતા ચિન્મય મિશનનીચિન્મય વિશ્વવિદ્યાપીઠ દ્વારા ૧૦ વર્ષથી યોજાતા આ ઉત્સવનું આ વર્ષે ઑનલાઇન આયોજનકરવામાં આવ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ઑનલાઇન યોજાનારા આ ફેસ્ટિવલમાંદુનિયાભરમાંથી લોકો https://nbf.cvv.ac.in/register પર વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરીને જોડાઈ શકશે.હિંદુસ્તાની અને કર્ણાટકી - બંને સંગીત પદ્ધતિઓ અને ભારતીય શાસ્ત્રીય નૃત્યના દિગ્ગજકલાકારોએ અગાઉનાં દસ વર્ષમાં યોજાયેલા નાદબિંદુ ફેસ્ટિવલમાં કરેલી વિશિષ્ટ પ્રસ્તુતિઓનેઆર્ટ ઑન્કોર તરીકે આ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે. પંડિત રાજન-સાજન મિશ્રા, પંડિતનયન ઘોષ, ઉસ્તાદ શાહિદ પરવેઝ, વિદુષી માલિની રાજુરકર, બેગમ પરવીન સુલતાના, પંડિતરામ દેશપાંડે, પંડિત શુભેન્દ્ર રાવ, પંડિત પ્રવીણ ગોખિંડી, વિદુષી જયંતી કુમારેશ,વિદુષી મંજુષા પાટિલ, પંડિત અભિજિત બેનરજી, વિદુષી કલા રામનાથ, પંડિત ઉલ્લાસ કશાલકર,પંડિત શિવકુમાર શર્મા, પંડિત રૂપક કુલકર્ણી, ત્રિચુર બ્રધર્સ, એ. કન્યાકુમારી, કેનઝકરમેન, પંડિત ભજન સોપોરી, પંડિત વિજય ઘાટે અને બીજા અનેક મહારથી સંગીતજ્ઞો તેમનાગાયન અને વાદ્યસંગીતથી રસિકજનોને ‘નાદવિભોર’ કરી દેશે. સુજાતા મહાપાત્રા, વૈભવ આરેકર, રમાભારદ્વાજ અને અન્ય જાણીતા નૃત્યકારો શાસ્ત્રીય નૃત્ય અને તેની સાથે જોડાયેલી મહત્ત્વનીગાથાઓ રજૂ કરશે. રામાયણમાં નવરસ, ધ્રુપદ ગાયન, યંત્ર ડાન્સ વગેરે વિશે કલાદૃષ્ટિવિભાગમાં વિદ્વાનો દ્વારા અવનવી માહિતી અને ગહન વિચારો રજૂ કરાશે. મ્યુઝિક મેડિટેશન,સરગમ મેડિટેશન સાથે મ્યુઝિક અને ડાન્સ ક્વીઝ અને ભજન અંતાક્ષરીમાં પણ સૌ ભાગ લઈશકશે.