લંડનના હેરો ખાતે સર્જન નર્તન અકાદમીના ડાયરેક્ટર નેહા સચીન પટેલ કે જેઓ મૂળ અમદાવાદના વતની છે અને હેરોમાં ભરતનાટ્યમ્ નૃત્યની અકાદમી ચલાવે છે તેમની પ્રથમ શિષ્યા નિમા બાબરિયાનું આરંગેત્રમ યોજાયું હતું. આ પ્રસંગે ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર ડો. નંદકુમારા, હિંદુ ફોરમ બ્રિટનના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલ, હેરોના કાઉન્સિલર મેયર રામજી ચૌહાણ, કાઉન્સિલર કૃપેશ હીરાણી, કાઉન્સિલર જયંતિ પટેલ, વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશનના શશીભાઈ વેકરિયા, જયશામ ગ્રૂપના શામજી દબાસિયા વગેરેએ હાજરી આપી હતી. છેલ્લા આઠ વર્ષથી 200થી વધુ વિદ્યાર્થીઓને ભારતીય નૃત્યની તાલીમ આપી રહેલા નેહા સચીન પટેલ બાળકોને શાસ્ત્રીય નૃત્યના માધ્યમથી ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરાવે છે.