નિસડન મંદિરનો 29મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો

Tuesday 10th September 2024 11:26 EDT
 
 

નિસડન મંદિર તરીકે જાણીતા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 29મા સ્થાપના દિન (હિન્દુ તિથિ અનુસાર)ની 28 ઓગસ્ટે ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી નિલકંઠવર્ણીના દર્શન અને અભિષેક સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. બાદમાં પાટોત્સવ પ્રસંગે પૂજનવિધિ યોજાઇ હતી. આ પ્રસંગે ભક્તિભાવભર્યા ભજનકિર્તન ઉપરાંત સ્વામીઓ દ્વારા મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ રજૂ કરતા પ્રવચનો યોજાયા હતા. 29મા પાટોત્સવ પ્રસંગે 31 ઓગસ્ટે વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પ.પૂ. મહંતસ્વામીના આશીર્વચન અને બીએપીએસના યુકે-યુરોપના વડા કોઠારીસ્વામી યોગવિવેકદાસ સ્વામીના માર્ગદર્શનમાં યોજાયેલા આ પાટોત્સવ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter