લંડનઃ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે શ્રી રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતીની ઉજવણી પ્રસંગે શનિવાર - 5 એપ્રિલે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પુરુષોત્તમ પ્રગતિ રે’નું આયોજન કરાયું છે. જેમાં બીએપીએસના બાળકો અને યુવાનો તેમની ભક્તિ - કળા અને આધ્યાત્મિક વિકાસની રંગારંગ રજૂઆત કરશે. બે ભાગમાં વહેંચાયેલો આ કાર્યક્રમ સવારે 11.00 વાગ્યે શરૂ થશે અને રાત્રે 9.00 કલાકે પૂરો થશે.
નિસ્ડન મંદિરે રવિવાર - 6 એપ્રિલે પણ સ્વામિનારાયણ જયંતી અને રામ નવમી પર્વની રંગેચંગે ઉજવણી કરાશે. આ પ્રસંગે ભક્તજનોને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રજીને પારણે ઝૂલાવવાનો અવસર મળશે. આ દિવસે સવારે 9.00થી રાત્રે 8.00 ભગવાનના દર્શન તથા અન્નકૂટ દર્શન, સવારે 11.00 વાગ્યે અન્નકૂટ થાળ, સવારે 11.45 અન્નકૂટ અને રાજભોગ આરતી, બપોરે 12.00 શ્રી રામચંદ્ર જન્મોત્સવ આરતી, સાંજે 7.00 વાગ્યે સંધ્યા આરતી, રાત્રે 8.00થી 10.30 શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે 10.10 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જન્મોત્સવ આરતી થશે.
સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW. વધુ વિગત માટે
સંપર્કઃ 020 8965 2651 / www. neasdentemple.org