રવિવાર 29 મે 2022 ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈસ્ટિટ્યુટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભારતમાંથી વિડિયો લિંક દ્વારા એસેમ્બલીમાં જોડાયા હતા અને લંડનમાં મંડળના સભ્યો દ્વારા એક સાથે દીપ પ્રગટાવીને સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાંથી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી અને કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ હેગાર્ટી સહિત શૈક્ષણિક જગતના મહાનુભાવોની હાજરીમાં આ ઈસ્ટિટ્યુટ ખુલ્લું મુકાયુ. લંડનમાં ‘BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ એ ભારતની બહાર ખુલેલ ભારતીય ભાષાઓ અને હિંદુ ગ્રંથોના શિક્ષણ અને સંશોધનનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે.