લંડનઃ શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે લોકપ્રિય દેવ છે. હિન્દુ પંચાંગ અનુસાર હજારો વર્ષ અગાઉ શ્રાવણ વદ અષ્ટમી (8)ની રાત્રે તેમનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આ વર્ષે તેમનો અવતરણ દિવસ ગુરુવાર 7 સપ્ટેમ્બરે આવે છે. નીસડનસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, સંગીત, જપોચ્ચાર અને પવિત્ર જન્મ સમયે આરતી સહિત વિવિધ ભક્તિમય ઉજવણીનું આયોજન કરાયું છે. જન્માષ્ટમી ઉજવણીનો આરંભ દેવી-દેવતાઓને અન્નકૂટ ધરાવવા સાથે કરાશે. સમગ્ર દિવસ દરમિયાન પ્રાર્થના અને આદર વ્યક્ત કરવા તેમજ શ્રીકૃષ્ણની બાળમૂર્તિને પારણામાં ઝૂલાવવા ભક્તો અને મુલાકાતીઓની આવનજાવન ચાલુ રહેશે. સાંજના સમયે કાર્યક્રમનો આરંભ શ્રી કૃષ્ણના જીવનને બિરદાવતા ભજનો અને ભક્તિગીતો સાથે કરાશે તેમજ શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશોની રજૂઆત કરાશે.
• શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ ગુરુવાર, 7 સપ્ટેમ્બર
• અન્નકૂટ દર્શનઃ સવારે 9.00થી રાત્રે 8.00 • રાજભોગ આરતીઃ સવારે 11.45 • સાંધ્ય આરતીઃ સાંજે 7.00 • ધર્મસભાઃ
રાત્રે 8.00થી 9.45 • જન્મ નિમિત્તની આરતી – રાત્રે 9.30