લંડનઃ નોલેજ પ્લેટફોર્મ #TechTuesdaysUK દ્વારા મંગળવાર 7 માર્ચ 2023ના દિવસે ‘ફિનટેક’ થીમ સંબંધિત એપિસોડ યોજાયો હતો. આ સાંજના પેનલ મેમ્બર્સમાં RationalFXના સહસ્થાપક અને સીઈઓ પરેશ દાવડ્રા, Shieldpayના સહસ્થાપક અને સીઓઓ ટોમ સ્ક્વાયર અને Trustlyના વાઈસ પ્રેસિડેન્ટ અનીશ થાપાનો સમાવેશ થયો હતો. આગામી મંગળવાર 4 એપ્રિલના એપિસોડમાં ‘સ્પેસટેક’ SpaceTech નો થીમ છે.
‘ટેકટ્યુસડે્ઝયુકે’ નોલેજ પ્લેટફોર્મ અને સભ્યોથી સંચાલિત કોમ્યુનિટી છે જેનું ધ્યેય ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીના સર્જકો અને ઈનોવેટર્સને એક સાથે લાવવાનું છે. આ પ્લેટફોર્મના સ્થાપક અને સીઈઓ સુભાષ આર. ઘોષના જણાવ્યા અનુસાર #TechTuesdaysUK એવું સ્થળ છે જ્યાં વક્તાઓ વિકાસ-વૃદ્ધિની રણનીતિઓથી માંડી અદ્યતન ટેકનોલોજી પ્રવાહો સુધીના વિવિધ પ્રકારના વિષયો પર પોતાના અનુભવોમાં અન્યોને સહભાગી બનાવી શકે છે. ‘ટેકટ્યુસડે્ઝયુકે’ તમામ ટેકનોલસોજી સેક્ટર્સમાં લાખો લોકોના જીવન પર અસર કરી શકે અને તેમનું રૂપાંતર કરી શકવાની ગર્ભિત ક્ષમતા ધરાવતા ઈનોવેશન્સ સંબંધે ઊંડી ડૂબકીઓ લગાવવા માગે છે. ‘ટેકટ્યુસડે્ઝયુકે’ દર મહિનાના પ્રથમ મંગળવારે યોજાય છે જ્યાં તમે ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને સાથી એન્ટ્રેપ્રીન્યોર્સની સાથે ટેક સેક્ટરના પસંદગીના સભ્યોમાં એક બની શકો છો.
‘ટેકટ્યુસડે્ઝયુકે’ નું લોન્ચિંગ 17 જાન્યુઆરી 2023ના દિવસે થયું હતું. આ લોન્ચિંગના પેનલ મેમ્બર્સમાં UK DIT ખાતેના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર ડો. માઈક શોર્ટ અને UK DIT ખાતેના ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ ડો. ક્રિસ મૂરેનો સમાવેશ થયો હતો. ‘ટેકટ્યુસડે્ઝયુકે’ના ક્વોન્ટમ એન્ડ સેમિકંડક્ટર ટેકનોલોજી’ થીમ સાથેના બીજા એપિસોડમાં યુકેના સેમિકન્ડક્ટર કેટાપુલ્ટ ખાતે સીઈઓ ડો. એન્ડી સેલર્સ અને InnovateUK KTN ખાતે ફંડિંગ સ્પેશિયાલિસ્ટ સિમોન યારવુડ પેનલ મેમ્બર્સ હતા.