ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. કેટલાક વર્ષો પહેલા પૂજ્ય મહંત સ્વામી મહારાજે તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીનું પૂજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ સાથે વરિષ્ઠ સ્વામી સદ્ગુરુ ઈશ્વરચરણદાસ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હરિભકતોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી મહારાજે તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની આરતી ઉતારી હતી.