અમદાવાદના સીમાડે જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બિઝનેસ પાર્કની ઈમારતો પર દર્શાવાઈ હતી. આ પહેલાં 500થી વધુ એનઆરઆઈએ ટાઇમ્સ સ્ક્વેર પર એકત્રિત થઈને મા ઉમિયાનો જય જયકાર કર્યો હતો ત્યાર બાદ ગરબે ઘૂમ્યા હતા.
અયોધ્યાના રામમંદિર બાદ વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામની પાંચ મિનિટની ઝલક ટાઈમ્સ સ્ક્વેર પર રજૂ કરાઈ હતી. સનાતન ધર્મ કી જયના જય ઘોષ સાથે ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, અમેરિકાના વિવિધ 13 સ્ટેટના 600થી વધુ NRI ભાઈઓ-બહેનોએ વિશ્વ ઉમિયાધામની પ્રસ્તુતિ લાઈવ ટાઈમ્સ સ્ક્વેર પર નિહાળી હતી. પ્રથમવાર જય ઉમિયા જય જય ઉમિયાના નાદથી ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું હતું.