બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે તા. ૭થી ૧૨ માર્ચ એડીલેડ અને તા.૧૩થી ૨૨ માર્ચ ગોલ્ડ કોસ્ટમાં વિચરણ કર્યું હતું. ગોલ્ડ કોસ્ટમાં પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહીને સત્સંગીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેઓ તા. ૨૩થી ૨૮ માર્ચ સિડનીમાં વિચરણ કરશે અને તા. ૨૫ માર્ચે સ્વામીનારાયણ જયંતિ તથા રામનવમીના તહેવારની ખાસ સભામાં સત્સંગીઓને દિવ્ય દર્શન આપવાની સાથે પ્રેરક માર્ગદર્શન પણ પૂરું પાડશે. પૂ. મહંતસ્વામી તા. ૨૮ માર્ચથી ૮ એપ્રિલ પર્થ ખાતે વિચરણ કરશે. સિંગાપોર, હોંગકોંગ તથા બેંગકોકમાં પણ પૂ. મહંતસ્વામીના વિચરણનો કાર્યક્રમ છે.