દાન-તપ-સેવા-જીવદયા-ક્ષમાપનાની મહત્તા અને આત્મ શુધ્ધિનો માર્ગ દર્શાવતા પ્રભુ મહાવીરના સંદેશાને આત્મસાત્ કરી રહ્યા છે જૈન સમાજના સાત યુવાનોની ટીમ. પર્યુષણ પર્વ દરમિયાન સમગ્ર જૈન સમાજમાં અવયવ દાન સેવા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ વાત જૈન હિન્દુ ઓરગન ડોનેશન દ્વારા બનાવાયેલ વીડીયો સોસીયલ મીડીયા અને વિવિધ સંસ્થાઓના પર્યુષણ કાર્યક્રમોમાં પહોંચતી કરી સૌને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા વિનંતિ કરવામાં આવી રહી છે. નશ્વર દેહના ત્યાગ બાદ આપણા અવયવો બીજાને જીવતદાન આપતા હોય તો એનાથી વધુ કયુ પુણ્ય હોઇ શકે ?
વધુ વિગત માટે વીઝીટ: http:// youtu.be/KTGcLfUCgxs