પર્યુષણ મહાપર્વના કાર્યક્રમો

Tuesday 08th September 2015 09:15 EDT
 
 

* નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૧૦-૯-૧૫થી સેન્ટ મેથ્થીયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, લંડન NW9 6QY ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી આમંત્રીત સંગીત સમ્રાટ અનિલ ગેમાવટ તથા વિધિકારક હરીશભાઇ જોટાનો લાભ મળશે. તા. ૧૩-૯-૧૫ બપોરે ૧ કલાકે લક્ષ્મી પૂજન, તા. ૧૪ બપોરે ૨થી મહાવીર જન્મ વાંચન, ચૌદ સ્વપ્નાની વિધિ તેમજ તા. ૨૦-૯-૧૫ના રોજ મણીભદ્ર પૂજન, તપસ્વી બહુમાન અને બપોરે ૧૨-૩૯ કલાકે સ્વામી વાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ શાહ 020 8459 4953 અને કેસી જૈન 020 8202 0469.

* જૈન સમાજ માંચેસ્ટર દ્વારા સમણીજી નિયોજીકા રીજુ પ્રજ્ઞાજી અને સમણીજી પુણ્ય પ્રજ્ઞાજીની ઉપસ્થિતીમાં તા. ૧૧-૯-૧૫થી તા. ૧૮-૯-૧૫ દરમિયાન રોજ સવારે ૮-૩૦ કલાકે દહેરાસર ખુલ્લુ મુકાશે અને સવારે ૧૦થી ૧૨ ભક્તિ, પ્રવચન, ધ્યાન, આરતી અને દિવાનો લાભ મળશે. રોજ સાંજે ૬-૩૦થી ૮ પ્રતિક્રમણ અને તે પછી ભક્તિ, પ્રવચન, આરતી, દિવાનો લાભ મળશે. તા. ૧૨ના રોજ સાંજે ૫-૩૦ કલાકે દેરાવાસી પ્રતિક્રમણ અને તા. ૧૯ના રોજ સાંજે ૫-૩૦કલાકે સંવત્સરી પ્રતિક્રમણનો લાભ મળશે. તા. ૧૫ના રોજ રાત્રે ૮-૧૫ કલાકે મહાવીર જયંતિ અને મહાવીર જન્મ વાંચન તેમજ સ્વપ્ના દર્શનનો લાભ મળશે. સંપર્ક: જ્યોત્સનાબેન પટેલ 0161 282 2458.

* વીરાયતન દ્વારા પર્યુષણ પર્વ પ્રસંગે ઇંગ્લીશમાં પ્રતિક્રમણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવનાત સેન્ટર પ્રિન્ટીંગ હાઉસ લેન, હૈઝ UB3 1AR ખાતે તા. ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬-૪૫થી ૮-૧૫ અને તા. ૧૨, ૧૩, ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬-૩૦થી ૮.૧૫ દરમિયાન પ્રતિક્રમણ થશે. જ્યારે કિંગ્સબરી હાઇસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9JR ખાતે તા. ૧૦-૧૧-૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬-૪૫થી ૮-૧૫, તા. ૧૨-૧૩ના રોજ સાંજે ૬-૩૦થી ૮-૧૫ દરમિયાન પ્રતિક્રમણ થશે. * કેનન્સ હાઇસ્કૂલ, શેલ્ડન રોડ એજવેર HA8 6AN ખાતે તા. ૧૫-૧૬ના રોજ સાંજે ૬-૪૫થી ૮-૧૫ અને તા. ૧૭-૯-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૮-૧૫ દરમિયાન પ્રતિક્રમણનો લાભ મળશે. શ્રી ચંદના વિદ્યાપીઠ, જૈન સ્કૂલ દ્વારા આ પ્રતિક્રમણ કરાવાશે. સંપર્ક: 07932 808 209.

* વણિક એસોસિએશન અોફ ધ યુકે દ્વારા તા. ૧૧-૯-૧૫થી તા. ૧૮-૯-૧૫ દરમિયાન રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન સોલેસ કોમ્યુનિટી સેન્ટર, ૫ બીચક્રોફ્ટ રોડ, ટૂટીંગ, લંડન SW17 7BU ખાતે અઠાઇઘર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. તા. ૧૮-૯-૧૫ના રોજ જૈન સંવત્સરી પ્રસંગે સાંજના ૪થી ૬ ઉછવણી અને ૬-૩૦થી રાતના ૯-૩૦ દરમિયાન પ્રતિક્રમણ થશે. * સેન્ટ અોગસ્ટીન્સ ચર્ચ હોલ, બ્રોડવોટર રોડ, ટૂટીંગ બ્રોડવે SW17 0DY ખાતે તા. ૧૩-૯-૧૫ના રોજ બપોરે ૨-૩૦થી મહાવીર જયંતી અને સાંજના ૬-૩૦થી પ્રતિક્રમણનો લાભ મળશે. તા. ૪-૧૦-૧૫ના રોજ ફક્ત સંસ્થાના સદસ્યો માટે સેન્ટ અોગસ્ટીન ચર્ચ હોલ ખાતે બપોરે ૧થી પ્રીતિભોજનનો લાભ મળશે. સંપર્ક: રક્ષાબેન શાહ 020 8677 0774.

* મહાવીર ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વે તા. ૧૦થી ૧૭ સપ્ટેમ્બર રોજ સવારે ૧૧થી ૧૨ દરમિયાન કેન્ટન દહેરાસર, ૫૫૭ કેન્ટન રોડ, કેન્ટન HA3 9RSમાં પ્રવચન અને સાંજે કિંગ્સબરી હાઇસ્કૂલ, સ્ટેગ લેન, લંડન NW9 9AA ખાતે પ્રતિક્રમણ અને ભાવના રાખેલ છે. ભાવના સંગીત પાટણના વિખ્યાત કશ્યપભાઇ નાયક પિરસશે. તા. ૧૩ રવિવારે સાંજે ૪ કલાકે બાળકો તથા યુવાનોના પ્રતિક્રમણ કિંગ્બબરી હાઇસ્કૂલમાં થશે. તે પછી ભોજનનો લાભ મળશે. દેરાવાસીઅો માટે સંવત્સરી પ્રતિક્રમણનો કાર્યક્રમ સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી HA3 9PEમાં તા. ૧૭ના રોજ બપોરે ૪ કલાકે થશે. સ્થાનકવાસી પ્રતિક્રમણ તા. ૧૮-૯-૧૫ના રોજ હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે સાંજે ૫ કલાકે થશે. તા. ૨૦-૯-૧૫ સવારે ૧૦ કલાકે સરસ્વતિ પૂજન અને સ્વામી વાત્સલ્ય કિંગ્સબરી હાઇસ્કૂલ ખાતે થશે. સંપર્ક: વિનોદભાઇકપાશી 020 8204 2871


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter