પાટીદાર બિઝનેસ સમિટ માટે તૈયારી શરૂ

Saturday 13th July 2024 06:04 EDT
 
 

અમદાવાદઃ સમાજનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સરદારધામ જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025નું પ્રિલોન્ચિંગ કરાયું હતું. સરદારધામ ખાતેના પ્રિલોન્ચિંગ કાર્યક્રમમાં એક્સ્પોનો ચિતાર રજૂ કરાયો હતો. આ પ્રસંગે સરદારધામના ગગજી સૂતરિયાએ જણાવ્યું હતું કે માત્ર પાટીદાર નહીં પરંતુ સર્વ સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સર્વિસ પ્રોવાઈડરને એક સ્ટેજ પર ઉપસ્થિત રાખીને વૈશ્વિક ફલક પર તેઓ ધંધો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
આવતા વર્ષે 2025માં ગાંધીનગર હેલીપેડ ખાતે આ એક્સ્પો યોજાશે. જ્યારે 2026માં અમેરિકા ખાતે બિઝનેસ એક્સ્પો યોજવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું આયોજકો ગોવિંદ વરમોરા, નિલેષ જેતપરિયા અને જશવંત પટેલે જણાવ્યું હતું. ચાલુ વર્ષે રાજકોટ ખાતે યોજાયેલા એકસ્પોમાં રૂ. 3000 કરોડનો ધંધો થયો હતો. આગામી એક્સ્પોમાં 1700 સ્ટોલ બુક કરવામાં આવશે અને વેપારીઓને રૂ. 5000 કરોડનો ધંધો મળે તેવું આયોજન છે.
આયોજકોના જણાવ્યા મુજબ આ એક્સ્પોમાં કોઈ પણ વેપારી કે ઉદ્યોગપતિ પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરી શકશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને દુનિયાભરમાંથી મોટા ખરીદદારો અને ઉદ્યોગપતિઓ પણ આ એક્સ્પોમાં ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગુજરાતની એવી ઘણી બ્રાન્ડ્સ છે કે જેને વૈશ્વિક ફલક પર તક મળે તો પ્રગતિ કર શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter