ગઢપુરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીના વક્તાપદે 21થી 27 દરમિયાન યોજાયેલી શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથાનો લંડનમાં વસતા હરિભક્તોએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો. કથા દરમિયાન વલ્લભાચાર્યજીના 17મા વંશજ પ.પૂ. વલ્લભ કુલભૂષણ ગોસ્વામી યદુનાથજી મહારાજ (કડી) અને ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમા વંશજ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનું મિલન થયું હતું. બન્ને ધર્માચાર્યોના આશીર્વાદ શ્રવણ કરીને હરિભક્તો ધન્ય બન્યા હતા.
આ પ્રસંગે સપ્તાહ પારાયણમાં વડતાલ મંદિરેથી શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી તથા સ્વામી ભક્તિનંદનદાસજી વરજાંગ જાળીયાવાળા ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમ પ્રકાશ સપ્તાહ પારાયણમાં પ.પૂ. અ.સૌ. વહુજી મહારાજ દ્વારા બહેનોને પણ સત્સંગનો લાભ મળ્યો હતો.