BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પાંચમી જુલાઈ રવિવાર સુધી ત્યાં વિચરણ કરશે. પૂ.મહંત સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીમાં જણાવેલ ચાતુર્માસના નિયમ જણાવ્યા હતા. ચાતુર્માસનું પાલન પહેલી જુલાઈથી 26 નવેમ્બર સુધી કરવાનું રહેશે. તેઓએ જણાવેલ કે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રી-આજ્ઞા મુજબ, પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ વરસે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ગ્રહણ કરવા. અષાઢ સુદ ૧૧, તા. ૧-૭-૨૦૨૦ થી કાર્તિક સુદ ૧૧, તા. ૨૬-૧૧-૨૦૨૦ સુધી આ નિયમોનું પાલનકરીને ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.