BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ સભાને સંબોધન કર્યું હતું. તે પ્રસંગે તેમણે ઝોળીદાન માટે ‘સ્વામીનારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો’ ની આહલેક લગાવી હતી. ધનુર્માસ નિમિત્તે પૂ. મહંત સ્વામી હરિભક્તો માટે સંદેશ લખતા હતા. તેમણે લખ્યું,‘ આજ્ઞા પ્રમાણે દશાંશ – વીશાંશ આપે તે સર્વસ્વ આપ્યા બરાબર છે.’ તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામીએ વાર્ષિક બાલ-બાલિકા શિબિર ‘એની રીતે રીત’ને પણ ખૂલ્લી મૂકી હતી. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. તેઓ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું નિયમિત વાંચન કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.