લંડનઃ BAPSના વડા પૂ.મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે સાળંગપુર ખાતે વિચરણ કર્યું હતું. ૧૦ માર્ચ, મંગળવારે પૂજા, દર્શન અને આશીર્વચન, સાંજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી. જ્યાં કિર્તન-પ્રવચન સહિતના માધ્યમો દ્વારા સતપુરુષોના મહિમા કહેવાયા. પૂ.મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું વચનામૃત વર્તન દ્વારા અખંડ રહેશે.
૧૧ માર્ચ બુધવારે ગઢડામાં શ્રીજી મહારાજ સહિતની ચાર પ્રતિમાઓનું પૂજન અને પ્રતિષ્ઠા કરી. જીવા ખાચરના દરબારમાં પધાર્યા અને સંતોને ભોજન-દર્શનનો લાભ આપ્યો. ૧૨ માર્ચ ગુરુવારે ગઢડાથી સાળંગપુર પધાર્યા. ૧૪ માર્ચ શનિવારે કોરોના વાયરસની આ વૈશ્વિક આપત્તિમાં સૌની રક્ષા થાય તે માટે પૂ.મહંત સ્વામી મહારાજે રવિવારે ભગવાનને પ્રાર્થના કરી હતી. ૧૫ માર્ચ રવિવારે પૂ.મહંત સ્વામીએ સાળંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જ્યાં અંતિમવિધિ થઇ તે સ્થાને પ્રમુખ સ્મૃતિ મંદિર રચાઇ રહ્યું છે તેની પ્રથમ શિલાનું સ્થાપન અને પૂજન કર્યું. ૧૬મી માર્ચ સોમવારે સાળંગપુરથી અમદાવાદ ખાતે વિચરણ કર્યું.
પૂર્વ કોઠારી સ્વામી પૂ.સત્સંગીજીવનદાસજીને શ્રદ્ધાંજલિ
સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂ.સત્સંગીજીવનદાસ સ્વામીને BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક સાધુ ઈશ્વરચરણદાસજી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી સહિત સંતોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ૨૩ પુસ્તિકાઓનું વિમોચન પણ થયું હતું.