BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. તેઓ ૧૫ જુલાઈએ નેનપૂરથી અમદાવાદ આવ્યા હતા. તેઓ ૪૭૭ દિવસથી નેનપુર ખાતે બિરાજમાન હતા. તે દરમિયાન પૂ. મહંત સ્વામીએ તમામ ઉત્સવો ખૂબ જ સરસ રીતે ઉજવી સૌને અવિસ્મરણીય સંભારણું આપ્યું હતું. પૂ. મહંત સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ સાથે એમના અનાદિ ના સેવક અક્ષર બ્રહ્મની પણ સ્થાપના કરી. અક્ષરપુરુષોત્તમ ઉપાસના દૃઢ થાય તે માટે તેમણે સત્સંગ દીક્ષા જેવો અદભૂત અને અદ્વિતીય ગ્રંથ આપ્યો હતો.
અમદાવાદમાં યોગીજી મહારાજ હોસ્પિટલમાં રૂટિન હેલ્થ ચેકઅપના ત્રણ – ચાર દિવસ પછી પૂ. મહંત સ્વામી સારંગપુર જવાના હતા. જોકે, ચેકઅપ બાદ, ડોકટરોએ તેમને પ્રોસ્ટેટ પ્રોસીજર કરવાની સલાહ આપી હતી. ૨૦ જુલાઈને મંગળવારે નિષ્ણાત તબીબો દ્વારા પૂ. મહંત સ્વામીની સફળ પ્રોસ્ટેટ પ્રોસીજર કરવામાં આવી હતી. BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા, અમદાવાદની માહિતી મુજબ પૂ. મહંત સ્વામીનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ તબીબોની સલાહ મુજબ વિશ્રામ લઈ રહ્યા છે.