BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ૧૬.૧૦.૨૦ સુધી ‘અધિક માસ પારાયણ’નું આયોજન કરાયું છે. હરિભક્તો પારાયણનો લાભ સોમવારથી શુક્રવાર દરરોજ રાત્રે ૯થી ૧૦ (IST) મેળવી શકશે. તેનું પ્રસારણ sabha.baps.org પર થશે.