પૂ. સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજીના કાર્યક્રમો

Tuesday 30th June 2015 14:03 EDT
 
 

પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઇને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના લેક્ચર દ્વારા શિક્ષણ આપનાર પૂ. સ્વામી પરમાત્માનંદજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7EX ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રારંભે સ્નેહમિલન બાદ સાંજના ૭-૩૦થી ૮-૪૫ ભક્તો યોગ વિષે વાર્તાલાપ કરશે અને તે પછી રાતના ૯ સુધી શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે. જતીન્દર કુમાર દ્વારા આયોજીત આ 'પ્રેયરફુલ લિવીંગ – ભક્તિ યોગ' પ્રવચનમાં પધારવા સૌને નિમંત્રણ છે.

આગામી તા. ૮ જુલાઇના રોજ બુધવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન 'રી એન્જીનીયરીંગ વીથ ઇન' વિષે એસોસિએશન અોફ ઇન્ડિયન બેન્કસ દ્વારા સ્ટેટ બેન્ક અોફ ઇન્ડિયા, ૧૫ કિંગ્સ સ્ટ્રીટ, લંડન NC2V 8EA ખાતે પ્રવચનનું આયોજન કરાયું છે.

પૂ. સ્વામીજીએ ઋષિકેશ અને અન્ય સ્થળોએ પ.પૂ. દયાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ વેદ, સંસ્કૃત અને યોગનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વામીજીએ ભારત અને વિદેશમાં નિયમિત રીતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી તાર્કિક, યોગ્ય ઉદાહરણ સાથે શિક્ષણ આપી રહ્યા છે.વધુ માહિતી માટે સંપર્ક: અજય રાઠી 07586 624 687.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter