પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા

Tuesday 02nd February 2021 14:05 EST
 
 

સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. યોજીત પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા : શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧, સમય - 10am to 1.30pm GMT (3.30pm – 7.00pm IST)

સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. એ ૯ દિવસની રામકથાનું આયોજન ગુજરાતના આદીવાસી બાળકોને શિક્ષણની સુવિધા પૂરી પાડવાના આશયથી કર્યું છે. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા વ્યાસપીઠે બિરાજી કથાપાન કરાવશે. શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન આ વર્ચ્યુઅલ કથા સાંદીપની વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે થશે. સંસ્કાર ટી.વી.પરથી આ વર્ચ્યુઅલ કથાનું જીવંત પ્રસારણ થશે. જેનું શ્રવણ વિશ્વભરના ૫૦૦,૦૦૦ ભાવિકો કરશે એવો અંદાજ છે.

આ કથાનો મુખ્ય હેતુ સાપુતારાના સાંદીપની વિદ્યાસંકુલ, ગુજરાતની સુપ્રતિષ્ઠિત આદીવાસી શાળાના બાળકોના શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિઓના લાભાર્થે કરવાનો છે.

 પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન સંકુલમાં આવેલ શ્રી હરિમંદિરનો પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે. આ વર્ષે એનો ૧૫મો પાટોત્સવ હોવાને કારણે રામકથાના ૯ દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

યુ.કે.ભરમાં લોકડાઉન લંબાવાયું હોવાનું ધ્યાનમાં રાખીને રામકથાના યજમાન અને ભક્તોને આ વર્ચ્યુઅલ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ છે.

હાલના પેનેડેમીકમાં ઘણાં બધાંની માનસિક હાલત કથળી હોવાનું ધ્યાનમાં રાખીને આ કથાનું થીમ "મેન્ટલ વેલબીઇંગ" રાખવામાં આવ્યું છે. હાલ એકબીજાની સંભાળ રાખવાનું મહત્વ અને ધીરજ, જાત પરનો કાબૂ તેમજ કરૂણાભાવ જેવા ગુણો કેળવવાની જરૂરતને કેન્દ્ર સ્થાને રાખી છે જે કટોકટીભર્યા સંજોગોમાંથી પસાર થઇ રહેલ કુટુંબો માટે રાહત સમાન બની રહે.

પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ભારતના અગ્રગણ્ય આધ્યાત્મિક નેતા છે. સનાતન ધર્મના મૂલ્યોના પ્રચાર-પ્રસાર અને આંતર વિકાસને લક્ષમાં રાખી કથાકાર તરીકે પૂ.ભાઇશ્રીએ જીવનનો મહદ્ સમય વીતાવ્યો છે. પૂ.ભાઇશ્રી બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન શિક્ષણ દ્વારા કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વ એક કુટુંબ "વસુધૈવ કુટુમ્બકમ્" હોવાની સનાતન ધર્મની ભાવના પોતાનું લક્ષ્યાંક રાખી માનવતાના પાઠ દ્વારા શાંતિ, પ્રેમ, કરૂણા, મૈત્રી અને આધ્યાત્મિક જાગ્રતતતા કેળવવાનો છે. પૂ.ભાઇશ્રી માનવસેવામાં માને છે.

વધુ વિગત માટે જુઓ જાહેરાત  પાન નં.૭


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter