BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પૂજા, વાંચન અને ચિંતનમાં દિવસ વીતાવે છે. તેઓ સત્સંગના પુસ્તકોમાંથી તેમને ગમતી વાતો અને પ્રસંગો પણ તેમની ડાયરીમાં નોંધે છે. તેઓ નેનપૂરમાં રહ્યા રહ્યા વિદેશમાં યોજાતા કાર્યક્રમોમાં ઓનલાઈન માધ્યમથી ભાગ લે છે. તાજેતરમાં જ પૂ. મહંત સ્વામીએ એક કાર્યક્રમમાં નોર્થ અમેરિકાના સાધુઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્રોના પ્રેરક અને માર્ગદર્શક જવાબો આપ્યા હતા. તેઓ હરિભક્તોના પ્રશ્રો સાથેના પત્રોના પણ માર્ગદર્શન સહિત જવાબો પાઠવે છે. હરિભક્તો તા.૧૧, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર સવારે ૮ વાગે (IST) પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ શકશે. વિદેશમાં રહેતા હરિભક્તો Delayed Webcast દ્વારા આ પૂજાના દર્શન કરી શકશે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે વિવિધ કાર્યક્રમો પ્રસારિત થાય છે.