પ્ર. બ્ર. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મ દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૫થી રાતના ૯ (ભારતીય સમય) દરમિયાન તીર્થધામ સારંગપુર, ગુજરાત ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું લાઇવ ટેલિકાસ્ટ અને વેબકાસ્ટ પણ કરવામાં આવનાર છે. યુકેના સમય મુજબ સર્વે ભક્તો સવારે ૧૧-૩૦થી બપોરના ૩-૩૦ દરમિયાન ઉજવણીનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ પર જોઇ શકશે. જ્યારે લાઇવ વેબકાસ્ટ live.BAPS.org પર જોઇ શકાશે.
પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મજયંતી મહોત્સવની શાનદાર ઉજવણી લંડન તેમજ બ્રિટનમાં આવેલા વિવિધ મંદિરો ખાતે પણ કરવામાં આવનાર છે. શનિવાર તા. ૧૯-૧૨-૧૫ના રોજ તિથી ઉત્સવ પ્રસંગે સાંજે ૫-૩૦થી ૭-૦૦ દરમિયાન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન NW10 8LD ખાતે મહાપ્રસાદ અને તે પછી રાતના ૯-૩૦ સુધી ઉત્સવ સભાનો લાભ મળશે.