મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી મંગલકામના સાથે વિશેષ પ્રાર્થનાસભા અને મંગલ દીવો આરતી યોજાઇ હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નીરજ સુતરિયા, ઉપપ્રમુખ મુકેશ કપાસી અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.