પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ પ્રેસ્ટન રાધાકૃષ્ણ મંદિરમાં આશુતોષ ભગવાનશ્રી સદાશિવની કૃપાદૃષ્ટિ કાયમ રહે તે હેતુસર રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ના કપરી પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી બે વ્યક્તિ વચ્ચે ૨ મીટરનું અંતર, માસ્ક તેમજ હાથ સેનેટાઈઝ કરીને યજમાન હરિભક્તોએ ઘણા હેતભાવથી સદાશિવનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી.બી. પટેલ અને તેમના પરિવારોની સુખાકારી માટે સદાશિવ ભોલેનાથ સન્મુખ પુજારીશ્રી ભૂમિતભાઈ ત્રિવેદીએ મંત્રોચ્ચારથી સંકલ્પ કરી ભગવાનના આશીર્વાદ પ્રદાન કર્યા હતા.