પ્રેસ્ટનના સેવાભાવી સુખાભાઇની ચિરવિદાય

Tuesday 01st December 2015 12:48 EST
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના વતની અને ૧૯૬૬માં મોમ્બાસાથી પ્રેસ્ટન અાવી સ્થાયી થયેલા સુખાભાઇએ ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનની કારોબારી સમિતિમાં રહી નિષ્ઠાપૂર્વક તન, મન અને ધનથી સેવા પૂરી પાડી છે. ૧૯૮૮માં પ્રેસ્ટન ખાતે પૂ. મોરારીબાપુની રામકથા થઇ ત્યારે અને ત્યારપછી ચાર-પાંચ વર્ષ સુધી અા સેવાભાવી સુખાભાઇએ અાસપાસના નગરો-ગામોમાં ફરીને "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"નાં લવાજમ ઉઘરાવ્યાં છે એ બદલ અા સાપ્તાહિકો અને એના પ્રકાશક-તંત્રી એમના અત્યંત ઋણી છે.

ગુરૂવાર, ૨૬ નવેમ્બરે સદગતની અંતિમક્રિયા થઇ ત્યારે ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ ટેલર વતી ઉપપ્રમુખ શ્રી દશરથભાઇ નાયી તથા સેક્રેટરી શ્રી ચંદુભાઇ લિમ્બાચીયાએ ભાવભરી અંજલિ અાપી સુખાભાઇની નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી. સંપર્ક: જીતુભાઇ 07808 214 505.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter