પ્રોજેક્ટ લાઈફ, રાજકોટનો મહિલાઓ માટે ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ

Tuesday 01st September 2020 15:00 EDT
 
 

પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા દ્વારા વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૫૦ BPLમહિલાઓને ઝૂમના માધ્યમથી વર્ચ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામના ડિજીટલ ઉદઘાટન સમારોહનું ૫મી સપ્ટમ્બરે આયોજન કરાયું છે.

કોવિડ મહામારી શરૂ થઈ તે પહેલા પ્રોજેક્ટ લાઈફ દ્વારા તા.૦૫.૦૩.૨૦ના રોજ નવનાત સેન્ટર, યુકે ખાતે મહિલા સશક્તિકરણના સીમાચિહ્ન કાર્યક્રમ દરમિયાન લાઈફ ગ્લોબલ યુકે અને નવનાત વણિક એસોસિએશન સહિતની સંસ્થાઓના દાતાઓના અમૂલ્ય સમર્થનથી જંગી રકમનું ફંડ એકત્ર થયું હતું. આ પ્રસંગે ક્વિન એલિઝાબેથે પાઠવેલા સંદેશામાં સંસ્થાની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ચેરિટીના ઉદ્દેશો વિશે જાણવામાં તેમને ખૂબ રસ છે. ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલે જણાવ્યું હતું,‘ હું પ્રોજેક્ટ લાઈફ સાથે વર્ષોથી સંકળાયેલો છું. હું હેલ્થકેર, પર્યાવરણ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ સહિત ઘણી સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓનો સાક્ષી રહ્યો છું.’

તા.૫ સપ્ટેમ્બરે યોજાનારા સમારોહના અધ્યક્ષસ્થાને યુકેના સી બી પટેલ, (ફાઉન્ડર, ABPL, યુકે) દિલીપ મીઠાણી (પ્રેસિડેન્ટ, નવનાત, યુકે) અને બકુલ મહેતા ઉપસ્થિત રહેશે. જ્યારે સમારોહના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અલકા અને શ્રી અનિલ દોશી (દાતા, પ્રોજેક્ટ લાઈફ, રાજકોટ, ઈન્ડિયા), શ્રી નીલેશ અને શ્રી તુષાર શાહ, (પ્રમુખ, ઓશવાલ એસોસિએશન ઓફ યુકે), મીતેશ વેકરિયા (એમ ડી., વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિ. યુકે), ડો. નટુભાઈ શાહ,(ફાઉન્ડર/ચેર જૈન નેટવર્ક, યુકે), કેતન મહેતા, (ટ્રસ્ટી,એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, યુકે), શ્રીમતી રેખા અને શ્રી અશોક સોઢા (FCA, એશમેન્સ, યુકે), ડો. અભય ચોપડા (કો-ફાઉન્ડર, ક્લિનીવેન્ટેજ, યુકે) ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિવિશેષપદે મિસ પરિન સોમાણી (મોટીવેશનલ સ્પીકર અને મલ્ટિઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા), શ્રી વિનોદ કોટેચા (ટ્રસ્ટી,એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, યુકે), રમેશ શાહ (ટ્રસ્ટી, લાઈફ ગ્લોબલ યુકે), ભોગીલાલ સંઘવી (ટ્રસ્ટી, લાઈફ ગ્લોબલ યુકે), શ્રી ધીરેન્દ્ર સંઘરાજકા, યુકે, શ્રીમતી જયશ્રી અને વિજય રાજકોટિયા, યુકે, શ્રી ભરત પારેખ યુકે, શ્રીમતી છાયા અને શ્રી કિરીટ શાહ, યુકે, શ્રીમતી રમા અને શ્રી જયંત શાહ, યુકે અને

આ સમારોહનું ઉદઘાટન શ્રીમતી બીના અને શ્રી મયૂર સંઘવી (ચેર, લાઈફ ગ્લોબલ યુકે), શ્રીમતી રેણુ મહેતા (પ્રેસિડેન્ટ, નવનાત ભગિની સમાજ), શ્રીમતી અનિતા કામદાર (એમ્બેસેડ્રેસ, લાઈફ ગ્લોબલ યુકે), મિસ ચાંદની વોરા (સીઓઓ,વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિ. યુકે) કરશે.

તા.૦૫.૦૯.૨૦ શનિવાર

સવારે ૯.૩૦ (યુકે), બપોરે ૧૨.૩૦ (યુએઈ) અને બપોરે ૨ (ભારત)

ઝૂમ લીંક.

https://us02web.zoom.us/j/83410994565pwd=ZXlRclFNRHJZRDhmUG0reFc4OTRYZz09

ZOOM ID: 834 1099 4565 Password: LIFEGLOBAL

RSVP: ઋષિકેશ પંડ્યા +91 982 428 5868,

વધુ માહિતી માટે વેબસાઈટ www.lifeglobal.org.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter