શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની સહાય માટે અપીલ શરૂ કરી હતી. આ અપીલના જવાબમાં ઉદાર દાતાઓએ યુનિવર્સિટી હોસ્પિટલ બર્મિંગહામ-એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટને કુલ, ૧૨,૫૦૦ પાઉન્ડની રકમ દાનમાં આપી હતી. સ્ટાફ અને દર્દીઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે આ રકમમાંથી આઈપેડ અને ટેબ્લેટ્સની ખરીદી કરાઈ હતી. હોસ્પિટલમાં કોવિડ-૧૯ આઇ.સી.યુ. અને કોવિડ વોર્ડમાં મુલાકાત લેવા પર પ્રતિબંધ હોવાથી તેનો સારો ઉપયોગ થઈ રહ્યો છે.
સંસ્થાની એક્ઝિક્યુટિવ ટીમ અને ટ્રસ્ટ બોર્ડે કોરોના મહામારીમાં હોસ્પિટલોમાં કામ કરનાર સૌના સમર્પણ, સંભાળ અને સખત મહેનતની પ્રશંસા કરી હતી. શ્રી રમણભાઇ બલસારા અને શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળની મેનેજમેન્ટ કમિટીએ આ યોગ્ય હેતુ માટે ઉદાર દાન આપવા બદલ તમામ દાતાઓ અને તેમના પરિવારોનો આભાર માન્યો હતો. દાન મેળવવા માટે સ્વૈચ્છિક સેવા આપનારા કાંતિભાઇ ચૌહાણ અને કુસુમબેન ચૌહાણનો પણ સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.