બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્મિંગહામના લોર્ડ મેયર અને કાઉન્સિલર શફીક શાહ અને સોલીહલના મેયર કાઉન્સિલર કેટ વાઇલ્ડ, એમપી લોર્લી બર્ટ, કાઉન્સિલરો સર્વશ્રી સામ બર્ડન અને જેરી ઇવાન્સ ઉપસ્થિત રહ્યા હતા.