નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં વિવિધ બીએપીએસ મંદિરોમાં આયોજિત વાર્ષિક પ્રાદેશિક બાલ-બાલિકા કાર્યકર શિબિરમાં બાલપ્રવૃત્તિના 14,300થી વધુ સ્વયંસેવકોએ હાજરી આપી હતી. સમગ્ર દેશમાં ‘બી એ પરફેક્ટ કાર્યકર’ થીમ પર આધારિત કુલ 22 શિબિરનું આયોજન કરાયું હતું. આ એક-દિવસીય શિબિરોમાં સ્વયંસેવકોને ત્રણ મુખ્ય વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. જેમાં સંપૂર્ણ કાર્યકાર કોને કહી શકાય? શા માટે વ્યક્તિએ સંપૂર્ણ કાર્યકર્તા બનવાનો પ્રયત્ન કરવો જોઇએ? અને સંપૂર્ણ કાર્યક૨ની ફરજો શું છે? વિષયો ૫૨ શિબિરનું આયોજન કરાયું હતું. આ સાથે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમો પણ રજૂ થયા હતા. જેમાં સ્કીટ, વર્કશોપ, વીડિયો, થિમેટિક ગેમ્સ અને વરિષ્ઠ સ્વામીઓના વક્તવ્યોનો સમાવેશ થતો હતો. સ્વયંસેવકોને તેમની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ સેવા કઇ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.