ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરની મુલાકાત દરમિયાન ગોવિંદભાઈ અને પ્રતિનિધિ મંડળે વિશેષ અભિષેક કર્યો હતો. મંદિરના કોઠારીસ્વામી સાધુ યોગવિવેકદાસજી, સાધુ પ્રબુદ્ધમુનિદાસજીએ ગોવિંદભાઈનું સન્માન કર્યું હતું. ગોવિંદભાઈએ તેમની આત્મકથામાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની યાદોનો સવિશેષ ઉલ્લેખ કર્યો છે. મંદિરની મુલાકાત વેળા ગોવિંદભાઇ સાથે શ્રેયાંસ ધોળકિયા, અનિલ સોજીત્રા, ધ્રુવલ, અર્પિત નારોલા, ધ્યેય, હિલ અને સીઈઓ કમલેશ યાજ્ઞિક વગેરે જોડાયા હતા.