પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘સંત પરમ હિતકારી’ કથા પારાયણ તેમજ ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ કિર્તન આરાધના એમ ચાર દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
• ‘સંત પરમ હિતકારી’ કથા પારાયણ 5 - 6 અને 8 મેના રોજ યોજાશે. જેમાં ભારતથી પધારેલા વિદ્વાન સંતો દ્વારા હિન્દુ સમુદાયની એકતા, શાંતિ-પ્રેમ-સદ્ભાવના વૈશ્વિક તથા કૌટુંબિક મૂલ્યો, સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃત સહિતના વિવિધ વિષયો પર પ્રવચન આપશે.
પારાયણ સમયઃ તા. 5 અને 6 મેના રોજ સાંજે 7.00થી 9.00 કલાક જ્યારે 8 મેના રોજ સાંજે 6.15થી 8.00 કલાક
મહાપ્રસાદ સમયઃ તા. 5 અને 6 મેના રોજ સાંજે 5.45થી 7 કલાક જ્યારે 8 મેના રોજ સાંજે 5.00 થી 6.15 કલાક
• કિર્તન આરાધના કાર્યક્રમ ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ 7 મેના રોજ યોજાશે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજને સંગીતમય અંજલિ અપાશે.
કિર્તન સમયઃ તા. 7 મેના રોજ સાંજે 7.00થી 9.00 કલાક
મહાપ્રસાદ સમયઃ સાંજે 5.45થી 7 કલાક