બીજ, વટવૃક્ષ અને ફળઃ ત્રણ સોપાન દ્વારા રંગારંગ પ્રસ્તુતિ

Wednesday 11th December 2024 04:32 EST
 
 

બીજ, વટવૃક્ષ અને ફળઃ ત્રણ સોપાન દ્વારા રંગારંગ પ્રસ્તુતિ
પ્રથમ સોપાનઃ બીજ – કાર્યકર પ્રવૃત્તિનો આરંભ
છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા. આ પછી બીએપીએસના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
દ્વિતીય સોપાનઃ વટવૃક્ષ – મૂલ્યનિષ્ઠ કાર્યકર દળ
એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી. વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બીએપીએસના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરાયું હતું.
તૃતીય સોપાનઃ ફળ – પવિત્ર, શાંતિમય વિશ્વ
આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter