બેસ્ટવે હોલસેલ દ્વારા 17 જૂનના રોજ ધ રોયલ એસ્કોટ ખાતે એન્યુઅલ ચેરિટી રેસ ડે યોજાયો હતો. આ પ્રસંગે બેસ્ટવે ગ્રૂપના ચેરમેન સર અનવર પરવેઝ - ઓબીઇ અને ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ લોર્ડ ઝમીર ચૌધરી ઝમીર - સીબીઇ ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ એ મહેમાનોનું અભિવાદન કર્યું હતું.
બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે: ‘બેસ્ટવે હોલસેલમાં અમે જે કરીએ છીએ તેના કેન્દ્રમાં ચેરિટી છે અને ચેરિટી રેસ ડેનું આયોજન અમારા પરિવાર દ્વારા બર્નાર્ડો જેવી સખાવતી સંસ્થાઓ માટે ચાલતા કાર્યને વધુ મજબૂત બનાવે છે.’ ઉલ્લેખનીય છે કે આ વર્ષે બેસ્ટવે ચેરિટી રેસ ડેના લાભાર્થી તરીકે બર્નાર્ડોની પસંદગી કરવામાં આવી છે.