લંડનઃ ઇનસાઇટ યુકે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો દ્વારા શરૂ કરાયેલી સામાજિક ચળવળ છે, જે જાગૃતિ, હિમાયત અને અભિયાન દ્વારા સમુદાયને લગતા મુદ્દાઓ ઉઠાવવાનું ધ્યેય ધરાવે છે. ઇનસાઇટ યુકે દ્વારા હાલમાં એક સરવે હાથ ધરાયો છે જેમાં બ્રિટિશ મીડિયામાં હિન્દુ, ભારત અને ભારતીયોને કેવી રીતે રજૂ કરાય છે તે અંગે બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરાયો છે. ઇનસાઇટ યુકે આ સરવે દ્વારા બ્રિટિશ ન્યૂઝ મીડિયા દ્વારા બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીય સમુદાયોના મંતવ્યોનું પારદર્શક પ્રતિબિંબ પાડવામાં આવે છે કે કેમ તે જાણવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સરવે દ્વારા બ્રિટિશ હિન્દુ અને બ્રિટિશ ભારતીયો પ્રત્યે સંભવિત નકારાત્મક પક્ષપાત સાથે પ્રસિદ્ધ કરાયેલા લેખો અંગે પરિમાણપાત્ર ડેટા એકત્ર કરવાનો પણ લક્ષ્યાંક છે.
આ સરવે પૂરો કરવામાં માંડ ચારથી છ મિનિટનો સમય લાગી શકે છે.
સરવે લિન્કઃ bit.ly/3gF3h9z
ઇનસાઇટ-યુકે દ્વારા નિવેદનમાં જણાવાયું છે કે તમને સવાલ થશે કે શા માટે આ સરવેમાં ભાગ લેવો તમારા માટે મહત્વનું છે. તમે આપેલી માહિતી વિના અમે એ નક્કી કરી શક્તાં નથી કે હિન્દુઓ મીડિયા અંગે કેવી ધારણા ધરાવે છે.