બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ અને કોમ્યુનિટીઝ દ્વારા એન્ટી - રેસિઝમ મૂવમેન્ટનો પ્રારંભ

Tuesday 24th August 2021 14:25 EDT
 
 

૨૩ ઓગસ્ટે બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવનના કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ સેન્ટનરી સ્ક્વેર ખાતે રિજનલ એન્ટી રેસિઝમ મૂવમેન્ટના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. આ મૂવમેન્ટનું આયોજન વેસ્ટ યોર્કશાયર અને હેરોગેટ હેલ્થ એન્ડ કેર પાર્ટનરશીપ (WY&H HCP) અને વેસ્ટ યોર્કશાયર વાયોલન્સ રિડક્શન યુનિટ (VRU) દ્વારા કરાયું હતું. આ પ્રદેશમાં ૨૩મીએ જ લગભગ ૫૦૦ સંસ્થાઓ અને કોમ્યુનિટી સહયોગીઓએ અલગ અલગ સ્થળોએ આ મૂવમેન્ટનો પ્રારંભ કર્યો હતો.    
સેન્ટનરી સ્કવેરના કાર્યક્રમમાં લોકોએ એકતાનો સંદેશ આપવાની સાથે એકબીજાને છોડ અને બી આપ્યા હતા. તેમણે ઈન્ટરએક્ટિવ આર્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો.
જાતિભેદનો સામનો કરતા કોમ્યુનિટી ગ્રૂપ્સ અને મહત્ત્વના પાર્ટનરોની હાલની કામગીરીને દર્શાવતા ઈન્ફર્મેશન સ્ટોલ તેમજ કોમ્યુનિટીઝને એક બીજા સાથે સાંકળવા બ્રીજનું કાર્ય કરતા પ્રોજેક્ટ્સ દર્શાવાયા હતા.  
કાર્યક્રમમાં ભાગ લેનારને કોમ્યુનિટીઝ અને વ્યક્તિઓને મિત્રતા અને સદભાવનાના સંકેત તરીકે છોડ વહેંચવાની તક અપાઈ હતી. આ છોડ લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા લોકોને મદદ કરતી નોર્થક્લિફ એન્વાયર્નમેન્ટલ એન્ટરપ્રાઈઝિસ ટીમ (NEET) દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.
બ્રેડફર્ડ કાઉન્સિલ લીડર કાઉન્સિલર સુસાન હિંચક્લિફે જણાવ્યું કે સાથે મળીને કામ કરવાથી આપણે જાતિવાદને મૂળમાંથી ઉખેડી શકીશું. યુનિવર્સિટી ઓફ બ્રેડફર્ડના વાઈસ ચાન્સેલર અને  હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈકોનોમિક પાર્ટનરશીપના જોઈન્ટ ચેર શર્લી કોંગડને જણાવ્યું કે આ મૂવમેન્ટ સાર્થક અને વાસ્તવિક પરિવર્તનની દિશામાં વધુ એક પગલું છે.
એરેડેલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ અને હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈકોનોમિક પાર્ટનરશીપના જોઈન્ટ ચેર બ્રેન્ડન બ્રાઉને બ્રેડફર્ડમાં અદભૂત ડાયવર્સિટી છે અને તેનાથી આપણી કોમ્યુનિટીઝ સમૃદ્ધ છે.
બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, ચીફ સુપરિન્ટેન્ડન્ટ ડેનિયલ ગ્રીનવુડ, બ્રોડવે એન્ડ બ્રેડડફર્ડ જનરલ મેનેજર ઈયાન વોર્ડે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter